Connect Gujarat
સુરત 

સુરત : એક્ઝીકયુટીવ મેજિસ્ટ્રેટ કચેરી ખાતે આરોપીના જામીન માટે રૂ. 50ની લાંચ માંગતો વચેટીયો ઝડપાયો

સુરત શહેરની એક્ઝીકયુટીવ મેજિસ્ટ્રેટની કચેરી ખાતે જામીન લેવડાવવા માટે રજુ કરવામાં આવતા અલગ અલગ ગુન્હાના આરોપીઓ પાસેથી 50થી 200 રૂપિયા સુધીની લાંચની રકમ પડાવતો એક વ્યક્તિ એસીબીના છટકામાં આવી ગયો હતો.

સુરત : એક્ઝીકયુટીવ મેજિસ્ટ્રેટ કચેરી ખાતે આરોપીના જામીન માટે રૂ. 50ની લાંચ માંગતો વચેટીયો ઝડપાયો
X

સુરત શહેરની એક્ઝીકયુટીવ મેજિસ્ટ્રેટની કચેરી ખાતે જામીન લેવડાવવા માટે રજુ કરવામાં આવતા અલગ અલગ ગુન્હાના આરોપીઓ પાસેથી 50થી 200 રૂપિયા સુધીની લાંચની રકમ પડાવતો એક વ્યક્તિ એસીબીના છટકામાં આવી ગયો હતો.

એસીબીને આધારભૂત માહિતી મળી હતી કે, સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતેથી પકડાયેલ આરોપીઓ સુલેહ શાંતિનો ભંગ ન કરે તે માટે પોલીસ દ્વારા જામીન લેવડાવવા માટે વધારાના એક્ઝીકયુટીવ મેજિસ્ટ્રેટની કચેરી બહુમાળી ભવન, સુરત શહેર ખાતે રજુ કરે તે દરમિયાન કચેરીના સ્ટાફ દ્વારા પોલીસે રજુ કરેલ આરોપીઓ પાસેથી 50 રૂપિયાથી 200 રૂપિયા સુધીની લાંચની રકમ લેતા હોવાની અને જાહેર જનતાના માણસોને જે તે વખતે ફરિયાદ આપવાનો અવકાશ રહેતો ન હોય જેથી હકીકતની ખરાઇ કરવા સારું અને સત્ય જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા સારુ તા. 24.8.2021ના રોજ ડીકોયરનો સાથ સહકાર મેળવી વધારાના એક્ઝીકયુટીવ મેજિસ્ટ્રેટની કચેરી બહુમાળી ભવન સુરતની કચેરી ખાતે લાંચના ડીકોય છટકાનું આયોજન કરતા છટકા દરમિયાન સહકાર આપનાર પાસેથી આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂપિયા 50ની માંગણી કરી સ્વીકારી લઇ લાંચના ડીકોય છટકામાં પકડાઈ જઈ ગુનો કર્યા બાબતે ટ્રેપ કરનાર અધિકારી સુરત એ.સી.બી. પો.ઇ. એસ.એન દેસાઈ તથા સ્ટાફ તેમજ સુપર વિઝન અધિકારી મદદનીશ નિયામક એન.પી.ગોહીલ દ્વારા આરોપી અનિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જોકે, લાંચીયા અનિલ પટેલે એસીબી સમક્ષ જણાવ્યુ હતું કે, આ લાંચની રકમમાં અન્ય એક ખાનગી વ્યકિતથી લઈ કચેરીના સ્ટાફની પણ ભાગીદારી છે. અનિલ અને સુનિલની જોડી ડેઇલી 25થી 30 હજારની કમાણી કરતી હતી. એસીબીએ મોડીરાતે આ મામલે એક મામલતદારની પૂછપરછ શરૂ કરી છે. જો કે તેની લાંચમાં સંડોવણી છે કે કેમ તે અંગે હજુ એસીબી તપાસ કરી રહી છે. ખાનગી વ્યકિત અનિલ પટેલ અને સુનિલ ચૌહાણને મામલતદારે 5 હજારના માસિક પગાર પર નોકરી પર રાખ્યા હતા, ત્યારે હવે સરકારી કચેરીમાં આવી રીતે નોકરી પર રાખી શકાય નહિ છતાં મામલતદારે કંઈ રીતે રાખ્યા તે એક તપાસનો વિષય છે.

Next Story