સુરત:ખટોદરામાં કપૂત પુત્રએ જમવા બાબતે વૃદ્ધ માતાની કરી કરપીણ હત્યા

માતાને માથા પર દસ્તો મારીને દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી.માતાને જમવાનું આપવાની બાબતની તકરારમાં દીકરાએ સગી જનેતાની કરપીણ હત્યા કરી દીધી

New Update
  • ખટોદરામાં પુત્રએ કરી વૃદ્ધ માતાની હત્યા 

  • પુત્રને માતાના ભરણપોષણનો ભાર લાગતો હતો 

  • જમવાનું આપવા બાબતે પુત્રએ માતાને માર્યો દસ્તો 

  • ગંભીર ઈજાને પગલે માતા મોતને ભેટી 

  • પોલીસે હત્યારા પુત્રની કરી ધરપકડ 

સુરતના ખટોદરામાં85 વર્ષની માતાને માથા પર દસ્તો મારીને દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી.માતાને જમવાનું આપવાની બાબતની તકરારમાં દીકરાએ સગી જનેતાની હત્યા કરી દીધી હતી.

સુરતના ખટોદરા પંચશીલ નગરમાં રહેતા મૂળ ઓરિસ્સાના વતની85 વર્ષના બંગાલી વૃંદાવન બીસ્વાલ તેના પુત્ર ગાંધી બિસ્વાલઅને પુત્રવધુ સાથે રહેતી હતી. પુત્ર ખટોદરાના કારખાનામાં કામ કરતો હતો અને પુત્રવધુ ત્યાં જ કચરા પોતા કરવાનું કામ કરતી હતી. સોમવારે મોડી સાંજેમાતા ઘરમાં હતી ત્યારે પુત્ર ગાંધી આવ્યો હતો અને માતાએ જમવાનું માંગ્યું હતું.

જે આપવામાં પુત્રએ આનાકાની કરી હતી અને અકળાઈને માતાના માથામાં લોખંડનો દસ્તો મારી દીધો હતો.આ હુમલામાં ગંભીર ઇજા પહોંચતા માતા સ્થળ પર જ ફસડાઈ પડી હતી અને મોતને ભેટી હતી. બનાવની જાણ થતા ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી પુત્ર ગાંધીની ધરપકડ કરી હતી.

પુત્ર સાથે રહેતી માતાના ભરણપોષણનો ભાર લાગતો હોવાને લીધે ગાંધી માતા પર છાશવારે અકળાઈ જતો હતો અને આવેશમાં આવી માતાની હત્યા કરી બેઠો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

Read the Next Article

સુરત : 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં BIS હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવતા જ્વેલરીની માંગમાં થશે વધારો

કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી

New Update
  • 9 કેરેટ ગોલ્ડના દાગીના માટે મહત્વનો નિર્ણય

  • કેન્દ્ર સરકારેBIS હોલમાર્કિંગ કર્યું ફરજીયાત

  • 9 કેરેટ ગોલ્ડ જ્વેલરીની માંગમાં થશે વધારો

  • વિદેશી માર્કેટમાં સોનાની ડિમાન્ડમાં થશે વધારો

  • સામાન્ય લોકોને મળશે ગોલ્ડમાં શુદ્ધતા

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.અને કેન્દ્ર સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે. જેને લઈને હવે જ્વેલરીની માંગમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીના પર પણBIS હોલમાર્કિંગ ફરજિયાત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જે અંગે કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે,અને આ 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં હોલમાર્કિંગ ફરજીયાત કરી દીધું છે.અત્યાર સુધી હોલમાર્કિંગ માત્ર 14 કેરેટ18 કેરેટ અને 22 કેરેટ સોનાના દાગીનામાં પર આપવામાં આવતું હતું. પરંતુ દિવસેને દિવસે સોના ભાવમાં ભારે વધારો થવાથી સામાન્ય લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે. આવી પરિસ્થિતિમાં સસ્તું સોનું ખરીદવા માટે 9 કેરેટ સોનાના દાગીના પર પણ હોલમાર્કિંગ ફરજીયાત કરવા માટેની માંગ ઉઠી હતી. સરકાર દ્વારા 9 કેરેટ સોનાના દાગીના પર હોલમાર્કિંગ આપવા માટેની મંજૂરી આપી છે.

સુરત જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશ લંગારીયાનું જણાવ્યું હતું કેઅત્યાર સુધી 14 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ માટેની પરવાનગી હતી. હવે 9 કેરેટ સુધીના દાગીનાને હોલમાર્કિંગ ફરજિયાત કરાયું છે.જેના કારણે જ્વેલરી એફોર્ડેબલ બનશેડિમાન્ડમાં વધારો થશે અને જેના કારણે ઈન્ડસ્ટ્રી ચાલશે અને રોજગારીમાં વધારો થશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.