સુરત : પુણાગામમાં રફ્તારનો કહેર,BRTS રૂટમાં ઓવરસ્પીડ સ્પોર્ટ્સ બાઈકને અકસ્માત નડતા બે મિત્રોના કમકમાટીભર્યા મોત

પુણાગામ વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટી પાસે એક સ્પોર્ટ્સ બાઈક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

New Update
  • પુણાગામ વિસ્તારમાં સર્જાયો અકસ્માત 

  • સ્પોર્ટ્સ બાઈકની રફતારે લીધો બે યુવાનોનો જીવ

  • BRTS રૂટમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • અકસ્માતમાં બે યુવા મિત્રોના કરૂણ મોત

  • પુણા પોલીસે અકસ્માત અંગે શરૂ કરી તપાસ  

સુરત શહેરમાં ઓવરસ્પીડના કારણે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુણાગામ વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટી પાસે એક સ્પોર્ટ્સ બાઈક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

સુરતના પુણાગામ સ્થિત શિવનગર સોસાયટી નજીક પસાર થતા BRTS રૂટમાં એક સ્પોર્ટ્સ બાઈક પૂરપાટ ઝડપે ધસી આવી હતી. બાઈકની ગતિ એટલી વધારે હતી કે ચાલક બાઈક પરનો કાબૂ ગુમાવી બેઠો હતો અને બાઈક જોરદાર રીતે રોડ પર પટકાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર બંને મિત્રો રોડ પર ફેંકાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ થવાને કારણે બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયા હતા.

અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતકોના દેહનો કબજો મેળવી પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.પુણાગામ પોલીસે અકસ્માત સ્પોર્ટ્સ બાઈક સ્લીપ થવાથી થયો છે કે અન્ય કોઈ કારણસર તે અંગે ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

Latest Stories