સુરત: ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં મુસાફરોથી ભરેલી એસટી બસ પલટી

સુરત શહેરના વરાછા વિસ્તારમાં AK રોડ પર ગત મોડી રાત્રે એસટી. બસ પલટી મારી જતાં કેટલાક મુસાફરોને ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતા.

New Update

સુરત શહેરના વરાછા વિસ્તારમાંAK રોડ પર ગત મોડી રાત્રે એસટી. બસ પલટી મારી જતાં કેટલાક મુસાફરોને ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતા.

સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગત મોડી રાત્રે વરાછા વિસ્તારના AK રોડ પરથી પસાર થઈ રહેલી એસટી. બસ અચાનક પલટી મારી ગઈ હતી. વાપી ડેપોથી દાહોદ તરફ જતી મુસાફરોથી ભરેલી એસટી. બસ પલટી મારી જતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. અકસ્માતમાં કેટલાક મુસાફરોને નાની મોટી ઇજા પહોચતા 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકેએસટી. બસ પલટી મારી જવાની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં એસટી. બસનો ચાલક બસને ફૂલ સ્પીડમાં હંકારી રહ્યો હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. આ દરમ્યાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં એસટી. બસ પલટી મારી ગઈ હતી.

Read the Next Article

સુરત : 1 હજારના મોબાઇલ ફોનને લઈ યુવકો વચ્ચે વિવાદ, 21 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા, પોલીસ તપાસ શરૂ

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં માત્ર 1 હજાર રૂપિયામાં ખરીદવામાં આવેલ એક મોબાઇલ ફોનને લઈને યુવકો વચ્ચે સામાન્ય વિવાદ સર્જાયો હતો.

New Update
  • લિંબાયતમાં મોબાઈલના લેતીદેતીના રૂપિયામાં થઈ હત્યા

  • મોબાઇલના બદલામાં વધુ પૈસાની માંગણી કરાતા હુમલો

  • 3 શખ્સોએ સાથે મળીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો

  • હત્યા મામલે લિંબાયત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાય

  • ત્રણેય હત્યારાની ધરપકડના પોલીસે ચક્રો ગતિમાન કર્યા

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં માત્ર 1 હજાર રૂપિયામાં ખરીદવામાં આવેલ એક મોબાઇલ ફોનને લઈને યુવકો વચ્ચે સામાન્ય વિવાદ સર્જાયો હતો. જેમાં 21 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકીને કરાયેલી નિર્મમ હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા ટ્રિસનલ ચોકી નજીક ગત સોમવારે રાત્રે એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક યુવકની ઓળખ નૂરાની મસ્જિદ વિસ્તારના રહેવાસી 21 વર્ષીય અરબાઝ ઉર્ફે બિન્દ્રા રિયાઝ ખાન તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ માત્ર 1 હજાર રૂપિયામાં ખરીદવામાં આવેલા એક મોબાઇલ ફોનને લઈને થયેલો સામાન્ય વિવાદ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેમાં અરબાઝે આરોપી અનવર પાસેથી 1 હજાર રૂપિયામાં એક મોબાઇલ ખરીદ્યો હતો. જોકેબાદમાં અરબાઝ આ મોબાઇલના બદલામાં અનવર પાસેથી વધુ પૈસાની માંગણી કરવા લાગ્યો હતો. જેને લઈને બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો કેઅનવરે પોતાના અન્ય 2 સાથીદારો સાથે મળીને અરબાઝ પર ચપ્પુ વડે હુમલો કર્યો અને તેની હત્યા નિપજાવી હતી. બનાવની જાણ થતાં જ લિંબાયત પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી આવી ત્રણેય આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.