સુરત : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘટના બાદ સ્કૂલોમાં કડક પગલા, વિદ્યાર્થીઓની બેગની અચાનક કરવામાં આવી તપાસ

સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારે જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે.

New Update
  • અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની હત્યા મામલો

  • સુરતમાં DEOના તમામ શાળાને આદેશ

  • વિદ્યાર્થીઓનું રેન્ડમલી ચેકિંગ કરવા આદેશ

  • વિદ્યાર્થીઓની બેગની તપાસ કરવા આદેશ

  • જુદી જુદી શાળામાં શરૂ કરાયુ ચેકિંગ

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી દુઃખદ ઘટનાને ગંભીરતાથી લઈ સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારે જિલ્લાની તમામ સરકારીગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. આ પગલાંનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને શાળાઓમાં ભયમુક્ત વાતાવરણ ઊભું કરવાનો છે.

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી દુઃખદ ઘટનાને પગલે સુરત જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારે જિલ્લાની તમામ સરકારી,ગ્રાન્ટેડ  શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે.સ્કૂલ સેફ્ટી પોલિસી2016 અનુસારહવે દરેક શાળામાં 'શિસ્ત સમિતિબનાવવી ફરજિયાત છે. આ સમિતિમાં પ્રિન્સિપાલશિક્ષકો અને મોનિટર અથવા જનરલ સેક્રેટરીનો સમાવેશ કરવો પડશે. આ સમિતિનું મુખ્ય કાર્ય શાળાના કેમ્પસરમતગમતના મેદાનો અને પ્રવેશ-નિકાસના સ્થળોએ વિદ્યાર્થીઓની સલામતી પર સતત નજર રાખવાનું રહેશે.

નવી માર્ગદર્શિકા મુજબશાળાઓમાં હવે વિદ્યાર્થીઓના બેગની અચાનક તપાસ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંતવાલીઓને પણ તેમના બાળકોની બેગ અને વાહનોની ડીકી નિયમિતપણે તપાસવાની સૂચના આપવામાં આવી છેજેથી કોઈ પણ જોખમી વસ્તુઓ શાળામાં પ્રવેશી ન શકે.

કોઈપણ ક્લાસમાં શિક્ષક ગેરહાજર હોય ત્યારે વિદ્યાર્થીઓને એકલા છોડી દેવામાં આવશે નહીં. આવા સમયે તેમને અન્ય વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કે પ્રવૃત્તિઓ માં જોડી દેવામાં આવશેજેથી તેઓ કોઈ અસામાન્ય પ્રવૃત્તિમાં સંડોવાય નહીં.

Latest Stories