સુરત : ભેસ્તાનમાં શંકાસ્પદ ડ્રમમાંથી યુવતીનો મૃતદેહ મળતા ચકચાર

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારના એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારના એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસારસુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં એકલારા-ભાણોદ્રા રોડ પર ગતરોજ અવાવરું જગ્યાએથી સિમેન્ટ ભરેલું શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતુંત્યારે ભેસ્તાન પોલીસ સિમેન્ટ ભરેલું ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. બનાવના પગલે FSLની ટીમ પણ દોડી આવી હતી. ભારે ભરખમ ડ્રમ થોડું ખુલ્લું હતું અને પગ જેવું દેખાતા કોઈ મૃતદેહ હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી હતી. જેને પગલે સિવિલના તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા.

સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ભારે જહેમત બાદ કટરની મદદથી ડ્રમ તોડવાનું શરૂ કરાતા જ પોલીસ-તબીબો સહિત સૌકોઈ અવાક થઈ ગયા હતા. ડ્રમ તોડતા જ તેમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકેયુવતીનો મૃતદેહ જેમાંથી મળી આવ્યો છે તે બાંધકામ સાઈટ પર પાણી ભરવાનું પ્લાસ્ટિકનું ડ્રમ હોવાનું સામે આવ્યું હતું. ડ્રમમાં યુવતીનું માથું અંદરની સાઇડ અને પગ બહારની સાઇડ હતા. ડ્રમમાં મૃતદેહ ઉપરાંત કપડાના ડૂચારેતીસિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા.

યુવતીની હત્યા કરી મૃતદેહનો નિકાલ કરવામાં હત્યારાઓએ આચરેલ કૃત્ય જોઈ પોલીસ અને તબીબો પણ વિચારતા થઈ ગયા હતા. સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે હત્યાનો ગુનો નોંધવાની સાથે જ્યાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે તે વિસ્તારના CCTV ફૂટેજ મેળવવા દોડધામ કરી છે. ઉપરાંત પોલીસે સ્થાનિક વિસ્તારના લોકોના નિવેદન લેવાની કવાયત હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેમૃતક યુવતીની ઉંમર અંદાજે 30 વર્ષ અને તેણીને ગળેટૂંપો આપી 2-3 દિવસ પહેલાં હત્યા કરાય હોવાનું પોલીસ અને તબીબોનું અનુમાન છે.

Latest Stories