/connect-gujarat/media/post_banners/110a76a9b5858202640d2bcb16c68e4060c5f6fc55416326ac2eb5fa6ebd0644.jpg)
કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહિ તે નકકી નથી પણ ગણેશ મહોત્સવ ઉજવાશે તે લગભગ નકકી થઇ ગયું છે. સરકારે ચાર ફુટની પ્રતિમાની સ્થાપના માટે છુટ આપી હોવા છતાં હજી ગણેશ યુવક મંડળો અવઢવમાં હોવાથી ખરીદી નીકળી નથી.......
છેલ્લા બે વર્ષથી દરેક તહેવારોને કોરોનાનું વિધ્ન નડી રહયું છે. ગત વર્ષે કોરોનાનો હાહાકાર હોવાથી ગણેશ મહોત્સવની ઉજવણી થઇ શકી ન હતી. શ્રીજી ભકતોએ ઘરમાં જ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી હતી. આ વર્ષે કોરોનાની બીજી લહેર સમાપ્ત થઇ ગઇ છે અને કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. આવા સંજોગોમાં રાજય સરકારે ગણેશજીની ચાર ફુટ સુધીની પ્રતિમાની સ્થાપના કરવા મંજુરી આપી છે. સરકારની મંજુરી બાદ પણ ગણેશ યુવક મંડળો હજી અવઢવમાં છે. સરકારના નિર્ણયથી માટીની મુર્તિ બનાવતાં મુર્તિકારોને રાહત સાંપડી છે પણ અન્ય મુર્તિકારોની મુશ્કેલી વધી છે. સામાન્ય રીતે મે મહિનાથી ગણેશજીની પ્રતિમાઓનું નિર્માણકાર્ય શરૂ કરી દેવામાં આવતું હોય છે અને મુર્તિકારોએ પણ ઓર્ડર મુજબ કામગીરી શરૂ કરી દીધી હોય છે પણ આ વર્ષે હજી અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. સુરતમાં ગણેશજીની પ્રતિમા બનાવતાં નિરવ ઓઝાના જણાવ્યાં મુજબ સરકારે ઉજવણી માટે મોડેથી મંજુરી આપી હોવાથી મુર્તિકારોને પુરતો સમય મળ્યો નથી.
મહાનગર સુરતમાં ગણેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ થીમ પર શ્રીજીની પ્રતિમા સાથે ડેકોરેશન કરવામાં આવે છે. આ વર્ષે શ્રીજી પ્રતિમાઓની ખાસિયતની વાત કરવામાં આવે તો કોરોનાની વેકસીન મુખ્ય આર્કષણ છે. શ્રીજી પ્રતિમા થકી લોકો વેક્સીન પ્રત્યે જાગૃતિ આવે અને લોકો વહેલી તકે વેક્સીન લે તે માટેનો એક પ્રયાસ કરાયો છે. આ વર્ષે વેક્સીન પર બેઠેલા શ્રીજી અને ઓનલાઇન શિક્ષણ મેળવતાં શ્રીજીની પ્રતિમાઓ લોકોને આર્કષવા માટે તૈયાર છે....