સુરત : વેપારીએ હપ્તો નહીં આપતા 4 શખ્સોએ માર્યા ચપ્પુના ઘા, સગીર આરોપી ઝડપાયો...

સુરત શહેરના નવાગામ વિસ્તારમાં મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા વૃદ્ધ વેપારી ઉપર 4 હુમલાખોરોએ ચપ્પુથી હુમલો કર્યો હતો.

New Update
સુરત : વેપારીએ હપ્તો નહીં આપતા 4 શખ્સોએ માર્યા ચપ્પુના ઘા, સગીર આરોપી ઝડપાયો...

સુરત શહેરના નવાગામ વિસ્તારમાં મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા વૃદ્ધ વેપારી ઉપર 4 હુમલાખોરોએ ચપ્પુથી હુમલો કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે CCTV ફૂટેજના આધારે કુખ્યાત રાજેશ ગેંગના એક સગીર આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય 3 ફરાર શખ્સોને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે.

Advertisment W3.CSS

મળતી માહિતી અનુસાર, નવાગામ વિસ્તારના ચિતા ચોકમાં મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા 60 વર્ષીય વૃદ્ધ વેપારી ભરત પાટીલ ઉપર ગત તા. 18મી નવેમ્બરે 4 હુમલાખોરોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ચપ્પુથી હુમલો કરી માત્ર 10 સેકન્ડમાં જ ભરત પાટીલ 4 ઘા ઝીંક્યા હતા. સમગ્ર મામલે પોલીસે CCTV ફૂટેજના આધારે 1 હુમલાખોર આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં આ હુમલાખોર કુખ્યાત રાજેશ ગેંગનો હોવાનું બહાર આવ્યું છે. જોકે, ઝડપાયેલો આરોપી બાળ કિશોર આરોપી હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, ભરત પાટીલ ઉપર થયેલા હુમલા પાછળ હપ્તો ન આપવાનું કારણ બહાર આવ્યુ છે. હુમલાખોર રાજેશ ગેંગનો સાગરીત હોવાનું જાણવા મળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો, ત્યારે હાલ તો કુખ્યાત રાજેશ ગેંગના ફરાર અન્ય શખ્સોને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે.

Latest Stories