-
માંડવીમાં કેનાલમાં સર્જાયું ભંગાણ
-
પાણી ખેતરોમાં ફરી વળતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ
-
ખેડૂતોએ નુકસાનની ભીતિ કરી વ્યક્ત
-
હાલ પાળો બાંધવાની કામગીરી શરુ કરાઈ
-
કેનાલનું કરવામાં આવશે સમારકામ
સુરતમાં માંડવીના ઉશ્કેર નજીક આવેલી કેનાલમાં મોટું ભંગાણ થયું છે. કેનાલના ભંગાણના કારણે પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યા છે. જેનાથી ખેડૂતોને ભારે નુકસાન થવાની સંભાવના છે.
સુરતના માંડવી ઉશ્કેર નજીક કેનાલમાં મોટુ ભંગાણ સર્જાયું છે,જેના કારણે કેનાલના પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યા હતા.ભંગાણ બાદ હાલ પાળો બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ, પાણીનો પ્રવાહ હજુ સુધી બંધ નથી થઈ રહ્યો અને ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે. ત્યારે આ મુદ્દે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સતીશ પટેલે જણાવ્યું કે,આ કેનાલનું બાંધકામ ખૂબ જૂનું છે. પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ થતાં થોડા કલાકો લાગશે. બે દિવસમાં કેનાલના ભંગાણનું સમારકામ પૂર્ણ કરવામાં આવશે.અને ખેડૂતોને ઝડપથી ફરી કેનાલનું પાણી મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જોકે કેનાલના પાણીએ ખેતરોમાં જમાવટ કરી છે,જેના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે,અને ખેતરમાં નુકસાનની ભીતિ પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.