સલાબતપુરામાં કિન્નરની હત્યાનોમામલો
કિશન નામના યુવકે કરી કિન્નરની હત્યા
બંને ત્રણ દિવસથી સાથે રહેતા હતા
યુવક હત્યા કરીને થયો ફરાર
પોલીસે આરોપીની ધરપકડ માટેનાચક્રો કર્યા ગતિમાન
સુરતના સલાબતપુરામાં કિન્નરની હત્યાનોબનાવ પ્રકાશમાં આવ્યો છે,કિશન નામના યુવકે સંજનાની તીક્ષ્ણ હથિયારવડે હત્યા કરીને ફરાર થઇ જતા અરેરાટી વ્યાપી ગઈ હતી. સુરતના સલાબતપુરામાં ઉમરવાડા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટમાં રહેતા કિશન ને સંજનાનામના કિન્નર સાથે ઘણા વર્ષોથી સંબંધ હતા,અને જાણવા મળ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસથી કિશનઅને કિન્નર સાથે રહેતા હતા,પરંતુ આજરોજ સવારે કોઈકબાબતે બંને વચ્ચે અણબનાવ બનતા કિશને તીક્ષ્ણ હથિયાર વડે કિન્નર સંજનાની કરપીણ હત્યા કરી નાખતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
અને હત્યાનેઅંજામ આપીને કિશન ફરાર થઇ ગયો હતો,ઘટના અંગેની જાણ પોલીસને થતા DCP ભગીરથ ગઢવી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને સંજનાનોમૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીનેજરૂરી તપાસ શરૂ કરી હતી.જ્યારે ફરાર આરોપી કિશનનીધરપકડ માટેનાપોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા,તેમજ ઘટના પાછળનું સાચું કારણ જાણવા માટેપણ પોલીસે કવાયત આરંભી હતી.