Connect Gujarat
Featured

સુરેન્દ્રનગર : લીંબડીમાં સિટી બસ સેવા શરૂ કરવાની માંગ સાથે અખિલ ભારતીય નિગરાની સમિતિ દ્વારા તંત્રને પાઠવાયું આવેદન

સુરેન્દ્રનગર : લીંબડીમાં સિટી બસ સેવા શરૂ કરવાની માંગ સાથે અખિલ ભારતીય નિગરાની સમિતિ દ્વારા તંત્રને પાઠવાયું આવેદન
X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં સિટી બસ સેવા શરૂ કરવાની માંગ સાથે અખિલ ભારતીય નિગરાની સમિતિના નેજા હેઠળ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

લીંબડી શહેરમાં સિટી બસ સેવા શરૂ કરવાની માંગ ઉઠવા પામી છે, ત્યારે આ મામલે અખિલ ભારતીય નિગરાની સમિતિના આગેવાન અને કાર્યકર્તાઓએ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, લીંબડી શહેરમાં વસવાટ કરતા અને બહારગામથી આવતા લોકોને અવારનવાર મુસાફરી કરવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે લોકોને સિટી બસ સહિત મુસાફરી કરવા માટે ઓછા નાણાં ખર્ચ થાય તેવી માંગ કરવામાં આવી છે. આથી શહેરના અલગ-અલગ રૂટ ઉપર સિટી બસની સુવિધા વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે અખિલ ભારતીય નિગરાની સમિતિ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

Next Story