Connect Gujarat
Featured

સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના છેવાડાના કાળાસર ગામે સાસુ સસરા અને પતિએ મળી પત્નીની કરી હત્યા

સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના છેવાડાના કાળાસર ગામે સાસુ સસરા અને પતિએ મળી પત્નીની કરી હત્યા
X

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના છેવાડાના કાળાસર ગામે જમીન મિલકતમાં ભાગ માગવાના ઘર કંકાસમાં પરણીતાને સાસુ સસરા અને પતિએ ભેગા મળી કોસ અને પાડવાના ઘા મારી મોતના ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી. ચોટીલા પોલીસે ગણતરીની કલાકોમાં પરિણીતાનું ઢીમ ઢાળી દેનાર સાસુ સસરા અને પતિની અટકાયત કરી જેલના સળીયા ગણતા કરી દીધા છે.

ચોટીલા તાલુકાના કાળાસર ગામે પોતાની વાડીમાં ઝુપડુ વાડીને રહેતા નાઝાભાઇ ભલાભાઇ બથવાર તેમના પિતા ભલાભાઇ અને માતા દેવુબેન તેમજ તેમની પત્ની રેખાબેન સાથે સંયુક્ત કુંટુબમાં રહેતા હતા અને ખેતી કરતા હતા. પરંતુ નાઝાભાઇની પત્ની રેખા સાથે ઘર કંકાસ હોઇ રેખાબેન કેટલાક સમયથી રીસામણે માવતરના ઘરે હતા. પરંતુ નાઝાભાઇ પત્ની રેખાબેનને તેડીને કાળાસર ગામે લાવ્યા હતા. ત્યારે રાતના સંમયે રેખાબેને જમીન મિલકતમાં ભાગ આપવા બાબતે બોલાચાલી કરતા ઘર કંકાસનું મનદુખ રાખી રેખાબેન પર પતી નાઝાભાઇ, સસરા ભલાભાઇ, સાસુ દેવુબેન એ એક સંપ કરી પાવડા અને કોષના ઘા મારી રેખાબેનની બે રહેમી પુર્વક હત્યા કરી નાખી હતી.

પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી લાશનો કબ્જો લઇ અને લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાવામા આવી હતી. અને હત્યારા સાસુ સસરા અને પતિની ઝડપવા અલગ અલગ ત્રણ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી. જેથી પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારાઓ સાસુ દેવુબેન, સસરા ભલાભાઇ, પતી નાઝાભાઇની અટકાયત કરી પુછપરછ કરતા પ્રાથમિક પુછપરછમાં આરોપીઓએ રેખાબેન વારમ વાર જમીન મિલકતમાં ભાગ પાડવા બાબતે કંકાસ કરતા હોઇ આવેશમાં આવી જઇ આ હત્યા કરી હોવાની કબુલાત આપતા પોલીસે હવે કોર્ટમાં રજુ કરી હત્યામાં વપરાયેલ પાવડો અને કોષ કયા સંતાડેલી છે અને આ હત્યા પાછળ અન્ય કારણ છે કેમ તેની તપાસ માટે રીમાન્ડ માગી આગળની તપાસ હાથ ધરશે . .પરંતુ મિલકતના ભાગ પાડવા અને મીલકત મેળવવાની લાહ્ય માં એક પરણીતાને જીદંગીથી હાથ ધોવા પડયા અને ઘરના સભ્યો પતી સાસુ સસરાને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો હતો.

Next Story