Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: પીવાના પાણીની લાઇનમાં ડ્રીલીંગ કરી આચરાયું પાણી ચોરી કૌભાંડ

સુરેન્દ્રનગર: પીવાના પાણીની લાઇનમાં ડ્રીલીંગ કરી આચરાયું પાણી ચોરી કૌભાંડ
X

ઢાંકી પંપીગ શટેશનથી જામનગર પોરબંદર હડાળા લાઇનમાં ડ્રીલીંગ કરી પાણી ચોરી કૌભાંડ સુરેન્દ્રનગરના દાણાવાડા, ગૌતમગઢ, પાસે પાણી ચોરી કરવાનું કૌભાંડ પાણી પુરવઠા વિભાગે ચેકીંગ દરમીયાન ઝડપી પાડી ૨૫ જેટલા પાણી ચોરો પર પોલીસ ફરિયાદ દાખલ કરતા પાણી ચોરોમા ફફડાટ ફેલાયો છે.

લખતરના ઢાંકી પંપીગ શટેશનથી સૌરાષ્ટ્ર કચ્છમાં પીવાના પાણીની સમસ્યા નિવારવા માટે સ્વર્ણિમ ગુજરાત સૌરાષ્ટ્ર- કચ્છ વોટર ગ્રીડ કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ ઢાંકીથી બરવાળા, ઢાંકીથી માળીયા, હડાળા સુધી પાણી પોહોચાડવામાં આવે છે. ને ત્યાંથી પંપીગ કરી પોરબંદર, જામનગર, તેમજ દેવભુમી દ્રારકા જીલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી પાઇપ લાઇન દ્વારા પોહોચાડવામાં આવે છે. ત્યારે અનેક વખત આ લાઇનમાં પુરતુ પ્રમાણમાં ફોર્સ નહિ આવવાની ફરીયાદો ઉઠતા સુરેન્દ્રનગર પાણી પુરવઠા તંત્રએ પીવાની આ લાઇનો પર ચેકીંગ હાથ ધરતા વઢવાણ તાલુકાના દાણાવાડા, દિગશર, ગૌતમગઢ સહિતના ગામો પાસે પાણી ચોરી કૌભાંડ બાહાર આવ્યું હતું.

પાણી પુરવઠા તંત્રએ પોલીસ અને સીકયુરીટી ને સાથે રાખી પીવાના પાણીની લાઇન પર ચેકીંગ હાથ ધરતા દાણાવાડા, ગૌતમગઢ દિગશર ગામ નજીક સીમમાં લાઇનમાં ગેર કાયદેસર ડ્રીલીંગ કરી ત્રણ ઇંચના કનેક્શન ખેંચી પાણી ચોરતા વીસથી પચીસ પાણી ચોરી કરતા ઇશમો ઝડપાઈ ગયા હતા જેથી તંત્રએ આ પાણી ચોરતા ઇશમો સામે જોરાવરનગર પોલીસમાં ફરીયાદ દાખલ કરી હતી. આમ એકા એક ચેકીંગ હાથ ધરતા પાણી ચોરતા ઇસમોમાં નાસભાગ મચી જવા પામી હતી આમ ઉનાળાના દિવસોમાં દુર ના લોકોને પીવાનું પાણી મળતું નથી ને પાઇપ લાઇન માંથી માથાભારે શખ્સો દ્રારા ગેરકાયદેસર રીતે ડ્રીલીંગ કરી પાણી ચોરી કરતા તેમને પણ પોલીસ દ્રારા કે તંત્ર દ્વારા પાઠ ભણાવવો જરૂરી છે.

Next Story