Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : “Space On Wheel” દ્વારા ત્રિદિવસીય ઈસરો સ્પેસ એક્ઝિબીશન યોજાયું

સુરેન્દ્રનગર : “Space On Wheel” દ્વારા ત્રિદિવસીય ઈસરો સ્પેસ એક્ઝિબીશન યોજાયું
X

ઇશરો સ્પેશ એપ્લીકેશન, અમદાવાદ દ્વારા

ડૉ. વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દી નિમિતે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આનંદ

ભુવન ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો માટે “Space On Wheel” દ્વારા ઈસરોનું એકઝીબીશન યોજવામાં આવ્યું હતું.

ઇસરોના એકઝીબીશનમાં વિવિધ પ્રકારના આકર્ષણો જોવા

મળ્યા હતા. જેમાં રોકેટ મોડેલ્સ, ઉપગ્રહ મોડેલ્સ, શોર્ટ ફિલ્મ, સેલ્ફી પોઈન્ટ, ચાર્ટ્સ જેવા પ્રોજેક્ટે ભારે આકર્ષણ જમાવ્યું હતું.

સંસદ સભ્ય શ્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ, પુરસોત્તમ સાબરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા કલેક્ટર તથા જિલ્લા

પોલીસ વડાના હસ્તે ઇસરોના એકઝીબીશનને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ

નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. શહેરની તેમજ વિવિધ તાલુકાની

તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, કોલેજના

વિદ્યાર્થીઓએ એકઝીબીશનને નિહાળવા આવ્યા હતા. આ પ્રદર્શનના આયોજનથી વિદ્યાર્થીઓ પણ

ખુશ હતા. વિદ્યાર્થીઓને સાયન્સ પ્રત્યે વધુ જાણકારી મળી શકે તે માટે પ્રદર્શન

યોજવાનો મુખ્ય હેતુ છે. સમગ્ર પ્રદર્શન આગામી 3 દિવસ સુધી સુરેન્દ્રનગર જિલ્લાની

પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

Next Story