Connect Gujarat
દેશ

વુમન્સ T-20 વર્લ્ડ કપ ફાઇનલ : ઓસ્ટ્રેલિયાએ ભરતને પછાડી પોતાના નામે કર્યો વિશ્વ કપ

વુમન્સ T-20 વર્લ્ડ કપ ફાઇનલ : ઓસ્ટ્રેલિયાએ ભરતને પછાડી પોતાના નામે કર્યો વિશ્વ કપ
X

ઓસ્ટ્રેલિયાએ T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેલબોર્ન ખાતે ભારતને રને હરાવી પાંચમીવાર ટાઇટલ પોતાના નામે કર્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે 184 રન કર્યા. જવાબમાં ભારતીય ટીમ 19.1 ઓવરમાં 99 રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારતના ટોપ બેટ્સમેન ફ્લોપ રહ્યા હતા. શેફાલી વર્મા 2, સ્મૃતિ મંધાના 11, તાનિયા ભાટિયા 2, જેમિમાહ રોડ્રિગ્ઝ 0 અને હરમનપ્રીત કોર 4 રને આઉટ થઇ હતી. ઓસ્ટ્રેલિયા માટે મેગન શૂટે 4, જેસ જોનસને 3, જ્યારે સોફી મોલિનક્સ, કીમીન્સ અને નિકોલા કેરીએ 1-1 વિકેટ લીધી હતી.

Next Story