અમદાવાદ : ગુજરાતમાં ભાજપ સરકારના મૂળિયા હલાવવા કોંગ્રેસનું મહાઅધિવેશન, દેશભરમાં કોંગ્રેસને બેઠી કરવા મંથન
અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે કોંગ્રેસ દ્વારા 2 દિવસીય મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજે બેઠકના પ્રથમ દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.