વડોદરા: રોયલ મેળામાં રાઈડના દરવાજા ખુલી જતા બાળકોના જીવ જોખમમાં મુકાયા,પોલીસે શરૂ કરી તપાસ
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી બ્રિજ પાસે રોયલ મેળામાં એક રાઇડના દરવાજા ખુલી જતા ચાર બાળકોના જીવ પર જોખમ ઉભુ થયું હતું.જોકે સદનસીબે તેમને ગંભીર ઇજાઓ પહોંચી નહતી.
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી બ્રિજ પાસે રોયલ મેળામાં એક રાઇડના દરવાજા ખુલી જતા ચાર બાળકોના જીવ પર જોખમ ઉભુ થયું હતું.જોકે સદનસીબે તેમને ગંભીર ઇજાઓ પહોંચી નહતી.
ભરૂચ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રવિવારના દિવસે તમામ તૈયારીઓ કરી ડૉકટર, CHO, ANM, આશા, આંગણવાડી વર્કર તેમજ સ્ટાફે હાજર રહી પોતાની કામગીરી નિભાવી હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 3 બાળકોનો કાયદો રદ કરવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે.
પાટણમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. આ બોગસ તબીબ સુરેશ ઠાકોર હોવાનું સામે આવ્યું છે.
સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલ તંલગપુર ગામમાં 2 વર્ષીય બાળક રમતા રમતા ગુમ થઇ ગયો હતો. જેનો મૃતદેહ ઘર નજીક ગટરની ખાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે દોઢ વર્ષનું બાળક ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને હેમખેમ બહાર કાઢ્યું હતું.
અમરેલી જિલ્લાના રાંઢીયા ગામે ખેત મજૂરી કરતા પરિવારના ચાર માસૂમ બાળકો કારમાં રમતા હતા, જોકે કારનો દરવાજો લોક થઈ જતા તમામ બાળકોના શ્વાસ રૂંધાવાના કારણે કરુણ મોત નિપજ્યા હતા.
વડોદરામાં પાંચ વર્ષની બાળકીએ સંસ્કૃત શ્લોકમાં રેકોર્ડ નોંધાવ્યો છે. આ બાળકીએ માત્ર 2.49 મિનિટમાં કૃષ્ણાષ્ટકમના 9 શ્લોકનું પઠન કરીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.