/connect-gujarat/media/media_files/2025/02/27/KZwGh09tZp3tDTmiNcs3.jpg)
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ મહાકુંભનું તારીખ 26 ફેબ્રુઆરીએ સમાપન થયું હતું.જો કે આજે પણ મેળામાં ભક્તોની ભીડ હોવાનું જાણવા મળે છે. સમાપન બાદ સીએમ યોગીએ ગંગા નદીમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.
સીએમ યોગી અને બંને ડેપ્યુટી સીએમએ અરેલ ઘાટ પર ઝાડુ મારીને સફાઈ કરી હતી.અને ગંગા નદીમાંથી કચરો બહાર કાઢ્યો હતો.તેમજ ગંગાની પૂજા કરી હતી.મહાકુંભના સમાપન પર પીએમ મોદીએ 'એકતાનો મહાકુંભ - યુગમાં પરિવર્તનની આહટ' નામનો બ્લોગ લખ્યો હતો.
જેમાં પીએમએ લખ્યું છે કે કૃપા કરીને મને માફ કરજો. જો ભક્તોની સેવામાં કોઈ કમી રહી હોય તો હું જનતાની માફી માંગુ છું. ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી.જેમાં દેશ વિદેશના શ્રદ્ધાળુઓએ ગંગા સ્નાનનો લ્હાવો લીધો હતો.