સુરત: પુણા ગામમાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિક રહીશોમાં રોગચાળાનો ભય
સુરતમાં ખાડી પૂરના પાણી ઓસરી ગયા બાદ જનજીવન રાબેતા મુજબ ધબકતું થયું છે, ત્યારે હવે પુણા ગામમાં ગટરીયા પાણીને કારણે સ્થાનિકો રહીશો પરેશાન થઇ ગયા છે.
સુરતમાં ખાડી પૂરના પાણી ઓસરી ગયા બાદ જનજીવન રાબેતા મુજબ ધબકતું થયું છે, ત્યારે હવે પુણા ગામમાં ગટરીયા પાણીને કારણે સ્થાનિકો રહીશો પરેશાન થઇ ગયા છે.
ભરૂચના પાંચબત્તીથી મહમદપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો
ભરૂચ પાલિકા દ્વારા કંથારીયા ગામની સીમમાં ચાલતી ગેરકાયદે ડમ્પિંગ સાઈટમાં ફરી કચરો નાખવાની તૈયારી કરતાં આજુબાજુના ગ્રામજનોએ વિરોધ નોંધાવી બંધ કરાવી હતી.
અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવેનું ફોર લેન માંથી સિક્સલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે,પરંતુ આ માર્ગ પર જે ઓવરબ્રિજ કાર્યરત થયા છે,તેના પર મસ મોટા ગાબડા પડવાના કારણે વાહનચાલકો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
વડોદરા મહાનગરપાલિકા તંત્રને જગાડવા મહાકાય ભુવામાં સામાજિક કાર્યકરે શ્રીફળ વધેર્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો.
સાબર ડેરી દ્વારા ચૂકવવામાં આવેલ ભાવ ફેરના મામલે પશુપાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આ મામલે ડેરી સંચાલકોને રજૂઆત કરી હતી
અંકલેશ્વર નગર સેવા સદનના અપક્ષ નગરસેવક બખતીયાર પઠાણે પોતાના જન્મદિવસની ખાડામાં કેક કાપી અનોખી રીતે ઉજવણી કરી હતી અને સત્તાધીશો સામે આકરા પ્રહારો કર્યા હતા
પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલી સોસાયટીઓના સ્થાનિક રહીશો ખુલ્લી ગટર અને ઉભરાતી ગટરની સમસ્યાથી ભારે ત્રસ્ત થઇ ઉઠ્યા છે.