ગુજરાતમાં મૌસમનો મિજાજ બદલાયો, કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકશાન
ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે જેના પગલે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે
ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે જેના પગલે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે
રાજ્યમાં આજથી માવઠું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે પાકિસ્તાન થી ગુજરાત તરફ આ વરસાદી વાતાવરણ ફેલાશે.
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં કમોસમી વરસાદના કારણે કેળા, એરંડા, જેવા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.