Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: રાજ્યમાં આજથી માવઠાનું સંકટ, ઠેર ઠેર વરસી શકે છે કમોસમી વરસાદ

રાજ્યમાં આજથી માવઠું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે પાકિસ્તાન થી ગુજરાત તરફ આ વરસાદી વાતાવરણ ફેલાશે.

X

રાજ્યમાં આજથી માવઠું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે પાકિસ્તાન થી ગુજરાત તરફ આ વરસાદી વાતાવરણ ફેલાશે.

હવામાન વિભાગે રાજ્યમાં આજથી એટલે કે 5થી 7 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના કારણે ફરી એકવાર ખેડૂતોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે.અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજ સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો.ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાપટાંની શક્યતા છે. માવઠા બાદ ઠંડીમાં પણ વધારાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બે દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.4થી 11 જાન્યુઆરીમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા અને કમોસમી વરસાદના કારણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી હવામાનમાં પલટો આવશે અને માવઠું થવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો અને કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે.6 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવું અનુમાન છે.5 અને 6 જાન્યુઆરીના રોજ વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થશે અને તાપમાન 2થી 3 ડીગ્રી ગગડવાની શક્યતાઓ છે. આ સાથે, અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગનાં શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. તો લઘુતમ તાપમાન પણ વધતાં રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે

Next Story