Connect Gujarat
સુરત 

સુરત : મનપા દ્વારા ડોર-ટુ-ડોર વેક્સિનેશન ઝુંબેશ હાથ ધરાય, વેક્સિન અંગે લોકોને જાગૃત કરાયા

સુરત શહેરમાં વેક્સિનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. છતાં કેટલાક લોકોમાં વેક્સિનનો ડર હોવાથી વેક્સિનેશનની કામગીરી હજી અધૂરી રહી છે,

X

સુરત શહેરમાં વેક્સિનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. છતાં કેટલાક લોકોમાં વેક્સિનનો ડર હોવાથી વેક્સિનેશનની કામગીરી હજી અધૂરી રહી છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા લોકોને ઘરે ઘરે જઇને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં મનપા દ્વારા ડોર ટુ ડોર વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત નાગસેનનગરમાં લોકોને વેક્સિન આપવામાં આવી હતી. પ્રિતમ સર્વિસ અને CHC સેન્ટર સાથે મળી મનપા દ્વારા આ કામગીરી પાર પાડવામાં આવી હતી. જે લોકો કોઇક કારણસર ઘરથી બહાર નથી નીકળી શકતા અથવા શ્રમજીવી હોવાના કારણે વેક્સિન સેન્ટર સુધી પહોંચી નથી શકતા તેવા લોકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, કેટલાક લોકોનો પહેલો અને બીજો ડોઝ બાકી હતો, જ્યારે કેટલાક વૃદ્ધોને બુસ્ટર ડોઝ પણ આપવામાં આવ્યો હતો.

Next Story