Connect Gujarat
ગુજરાત

શિક્ષકો સરકારી શાળાના હોય કે ખાનગી શાળાના, હવે ટયુશન ચલાવી શકશે નહિ

શિક્ષકો સરકારી શાળાના હોય કે ખાનગી શાળાના, હવે ટયુશન ચલાવી શકશે નહિ
X

જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરી શાળાના શિક્ષકોને ખાનગી ટ્યુશન કે ક્લાસીસ કરાવવા પર રોક લગાવવામાં આવી છે. અને જો કોઈ પણ શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન ચલાવશે તેમણે ટ્યુશન ચલાવવું ભારે પડી શકે છે.

તમામ શાળાના સંચાલકો અને આચાર્યોને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે શાળાના શિક્ષકો પાસેથી સ્ટેમ્પ પેપર પર ટ્યુશન નહીં કરાવતા હોવાનું લખાણ લેવામાં આવે. અને જો કોઈ પણ શિક્ષક ખાનગી ટ્યુશન કે ક્લાસીસ કરાવતા પકડાશે તો તેની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે. તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ પાસેથી સ્ટેમ્પ પેપર પર લેખિતમાં ટ્યુશન નહીં કરાવતા હોવાની ખાત્રી લેવાના પણ આદેશ કરાયા છે. સાથે જ શિક્ષણ વિભાગના જાહેર કરેલા પરિપત્રમાં શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન નથી કરાવતા તેવા બોર્ડ કાર્યાલયની બહાર લગાવવા આદેશ કરાયો છે.

Next Story