Connect Gujarat
ટેકનોલોજી

જો, તમારો ફોન ચોરી કે, ગુમ થાય તો આ નંબરની મદદથી મેળવાશે ફોનની માહિતી…

15 આંકડાના IMEI નંબરમાં અનેક વાત જોડાયેલી છે. જેમ કે, તેના શરૂઆતના 8 આંકડા દર્શાવે છે કે, આ મોડલને ક્યાં બનાવવામાં આવ્યું છે

જો, તમારો ફોન ચોરી કે, ગુમ થાય તો આ નંબરની મદદથી મેળવાશે ફોનની માહિતી…
X

15 આંકડાના IMEI નંબરમાં અનેક વાત જોડાયેલી છે. જેમ કે, તેના શરૂઆતના 8 આંકડા દર્શાવે છે કે, આ મોડલને ક્યાં બનાવવામાં આવ્યું છે. તેના પછી 6 આંકડામાં ડિવાઈસ સાથે જોડાયેલ જાણકારી હોય છે. આખરી આંકડાને મોબાઈલના સોફ્ટવેરના વર્ઝન તરીકે જોવામાં આવે છે. આ રીતે તૈયાર થાય છે IMEI નંબર...

મોબાઈલ સાથે જોડાયેલી અનેક મહત્વની જાણકારી IMEI નંબર હોય છે. તમામ મોબાઈલ નંબરમાં 15 આંકડાનો IMEI નંબર આપવામાં આવે છે. જે તે મોબાઈલની ઓળખ હોય છે. તેનું આખું નામ છે ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી. આ નંબર અત્યંત ખાસ હોય છે. કેમ કે, તેમાં અનેક પ્રકારની જાણકારી હોય છે. સાથે જ મોબાઈલનું મોડલ કયું છે અને તેનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું છે. IMEI નંબર વિના ફોનના ઉપયોગ પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

એક રિપોર્ટ પ્રમાણે, દેશમાં લગભગ 2.5 કરોડ લોકો લાંબા સમયથી IMEI નંબર વિનાના ફોનનો ઉપયોગ કરતા હતા. જો તમે તમારા મોબાઈલનો IMEI નંબર જાણવા માગો છો તો ફોનથી *#06# નંબરને ડાયલ કરો. ડાયલ કર્યા પછી તમારી સ્ક્રીન પર IMEI નંબર આવી જશે. તેને લખીને સુરક્ષિત કરી લો. જો તમારી પાસે સ્માર્ટફોન છે, તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તે ઉપરાંત ફોનની સેટિંગમાંથી પણ મેળવી શકાય છે. એન્ડ્રોઈડ ફોન પર IMEI નંબર જાણવા માટે સેટિંગ્સ ઓપ્શનમાં જાઓ. તેના પછી એબાઉટ પસંદ કરો. ત્યારબાદ પછી IMEI સ્ટેટસ પર ટેપ કરો અને મોબાઈલ સ્ક્રીન નીચે સ્ક્રોલ કરીને IMEIની જાણકારી મેળવી શકાય છે.

Next Story