દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં પ્રથમ ડ્રોન સ્કૂલ આસામના ગુવાહાટીમાં શરૂ કરવામાં આવી હતી. ડ્રોન ટેક્નોલોજીમાં ભારતને શ્રેષ્ઠ બનાવવાની કેન્દ્ર સરકારની પહેલને ધ્યાનમાં રાખીને તેને લોન્ચ કરવામાં આવ્યું હતું.
આસામ ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (AMTRON) એ આ પ્રોજેક્ટ માટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) ગુવાહાટીના સ્ટાર્ટ-અપ EduRade અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) કોલકાતાના ઈનોવેશન પાર્ક સાથે હાથ મિલાવ્યા છે.
ડ્રોન સ્કૂલનું ઉદ્ઘાટન મંગળવારે આસામના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી કેશબ મહંત દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, "યુવાનો અહીંના નિષ્ણાતો પાસેથી તાલીમ લઈને દેશમાં ગમે ત્યાં અને કોઈપણ ક્ષેત્રમાં કામ કરી શકે છે."
નોંધનીય છે કે, શાળામાં પાયલોટ લાયસન્સ તાલીમ કાર્યક્રમ ચલાવતા તમામ ટ્રેનર્સ ભારત સરકારના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા માન્ય છે. આ સ્કૂલ શહેરના ટેક સિટીમાં આવેલી છે, જ્યારે ફ્લાઈંગ ટ્રેનિંગ માટે તેમની ખાલી જમીન જાલુકબારીમાં આસામ ફોરેસ્ટ સ્કૂલમાં છે.