Connect Gujarat
ટેકનોલોજી

સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં તેજી, સેન્સેક્સ પણ મજબૂત...

ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા દમદાર પરિણામોને કારણે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ઘરેલૂ શેર બજારે ગ્રીન નિશાન સાથે કારોબારની શરૂઆત કરી.

સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં તેજી, સેન્સેક્સ પણ મજબૂત...
X

ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા દમદાર પરિણામોને કારણે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ઘરેલૂ શેર બજારે ગ્રીન નિશાન સાથે કારોબારની શરૂઆત કરી. આ સતત છઠ્ઠો દિવસ છે, જ્યારે ભારતીય શેરબજાર ગ્રીન નિશાન સાથે કારોબાર કરતો જોવા મળ્યું રહ્યું છે.

કારોબારી સત્રની શરૂઆતમાં 30 પોઇન્ટ વાળા સેન્સેક્સ 53.23 પોઇન્ટ ચઢીને 60,351.23ના સ્તર પર ખુલ્યો હતો, તો બીજી બાજુ પ્રીઓપન સેશન દરમિયાન 30માંથી 22 શેર ગ્રીન નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા. સૌથી વધુ તેજી વિપ્રોના શેરમાં જોવા મળી. નિફ્ટીના ટોપ બેનર્સની વાત કરીએ તો TECH MAHINDRA, ONGC, HDFC LIFE, KOTAK BANK અને WIPRO રહ્યા. તો બીજી તરફ ટોપ લૂઝર્સમાં INDUSIND BANK, COAL INDIA, NTPC, APOLLO HOSPITAL અને TATA CONSUMER રહ્યા. બીજી તરફ નબળી શરૂઆત બાદ અમેરિકા બજાર સ્થિર થયું અને ડાઓ 150 પોઇન્ટ તથા નેસ્ડેક 100 પોઇન્ટની તેજી સાથે બંધ થયો. યૂએસ બજારમાં સામાન્ય બઢતી જોવા મળી. SGX નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે બંધ થયો. ભારતીય શેરબજાર પર ગ્લોબલ સેન્ટીમેન્ટની અસર જોવા મળી છે.

Next Story