શ્રીલંકાની ક્રિકેટ ટીમ જાન્યુઆરી 2023 ભારત પ્રવાસે આવી રહી છે. ત્યારે બંને દેશો વચ્ચે T20 અને ODI મેચોની શ્રેણી રમશે. શ્રેણીની શરૂઆત T20 શ્રેણીથી થશે. બંને દેશો વચ્ચે રમાનારી T20 અને ODI શ્રેણી રાજકોટ ખાતે રમાનાર છે. શ્રીલંકાની ટીમ આજ સુધી ભારતીય ધરતી પર T20 સિરીઝ જીતવામાં નિષ્ફળ રહી છે.
રાજકોટ ખાતે આગામી 7 જાન્યુઆરીનાં રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે T20 મેચ રમાવાની છે. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા મેચને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટ ખાતે આંતરરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મેચના 10 દિવસ પહેલા ઓનલાઈન ટિકિટ વેચાણ પણ શરૂ થશે. ત્યારે 27 ડિસેમ્બર આસપાસથી ટિકિટ વહેંચવાની શરૂ થશે.
શ્રીલંકા તેના ભારત પ્રવાસની શરૂઆત T20 શ્રેણીથી કરશે. T20 શ્રેણીની પ્રથમ મેચ 3 જાન્યુઆરીએ મુંબઈમાં, બીજી મેચ 5 જાન્યુઆરીએ પુણેમાં જ્યારે ત્રીજી અને અંતિમ મેચ 7 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. આ શ્રેણી બાદ બંને દેશોની વનડે શ્રેણીનું આયોજન કરવામાં આવશે. વનડે શ્રેણીની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ ગુવાહાટીમાં, બીજી મેચ 12 જાન્યુઆરીએ કોલકાતામાં જ્યારે ત્રીજી અને અંતિમ વનડે 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમમાં રમાશે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170