Connect Gujarat
Featured

દેશના પ્રથમ ગૃહમંત્રી સ્વ. સરદાર વલ્લભભાઇ પટેલની આજે જન્મજયંતિ

દેશના પ્રથમ ગૃહમંત્રી સ્વ. સરદાર વલ્લભભાઇ પટેલની આજે જન્મજયંતિ
X

આજે 31મી ઓકટોબર, દેશના પ્રથમ ગૃહ પ્રધાન સ્વ. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ. દેશમાં તેમની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવવામાં આવે છે. આજે શનિવારના રોજ સરદાર વલ્લલભાઇ પટેલની જન્મજયંતિ હોવાથી વિવિધ સ્થળોએ તેમને સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

સરદાર વલ્લભભાઇ પટેલને અખંડ ભારતના શિલ્પી તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 31મી ઓકટોબરના રોજ કરમસદ ખાતે થયો હતો. તેમના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે શનિવારના રોજ તેમની જન્મજયંતિ હોવાથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના આગેવાનોએ સરદાર વલ્લભભાઇ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. ભરૂચમાં સોનેરી મહેલ ખાતે આવેલાં સરદાર પટેલના બાવલાને પુષ્પમાળા અર્પણ કરાય હતી. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહયાં હતાં.

અંકલેશ્વર જીઆઇડીસીના સરદાર પાર્ક ખાતે પણ સ્મરાણાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.ભાજપ તથા કોંગ્રેસના આગેવાનોએ હાજર રહી સરદાર વલ્લભભાઇ પટેલના યોગદાનને યાદ કરી તેમને શ્રધ્ધાજલિ અર્પણ કરી હતી.

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પોલીસે એકતાના શપથ લીધાં હતાં. પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ સરદાર વલ્લભભાઇ પટેલને શ્રધ્ધાજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે પીઆઇ એફ.કે. જોગલ સહિતનો સ્ટાફ હાજર રહયો હતો.

ભરૂચ અને અંકલેશ્વર ઉપરાંત રાજયના અન્ય શહેરોમાં પણ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કરતાં કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતાં.

Next Story