Connect Gujarat
દેશ

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા પાંચ લાખને પાર, મહારાષ્ટ્રમાં 1.5 લાખથી વધુ કોરોનાથી સંક્રમિત

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા પાંચ લાખને પાર, મહારાષ્ટ્રમાં 1.5 લાખથી વધુ કોરોનાથી સંક્રમિત
X

દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યાં છે. કોરોના વાયરસનો કહેર એટલો વધી ચુક્યો છે કે સંક્રમિતોનો આંકડો પાંચ લાખને પાર પહોંચી ગયો છે. તો દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં એક દિવસમાં પાંચ હજારથી વધુ કોરોના વાયરસના દર્દીઓની પુષ્ટિ થઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સત્તાવાર આંકડા પ્રમાણે દેશમાં ગઈકાલે સવાર સુધી કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 490,401 હતી. પરંતુ દેશમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્યો મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુના નવા આંકડાને જોડી દેવામાં આવે તો દેશમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા પાંચ લાખને પાર પહોંચી ગઈ છે.

covid19india.org પ્રમાણે દેશમાં હવે કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા પાંચ લાખને પાર પહોંચી ચુકી છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે 5024 નવા કેસ નોંધાયા છે. તો દેશની રાજધાની દિલ્હીમાં 3460 નવા કેસ સામે આવ્યા છે. આ સિવાય તમિલનાડુમાં પણ 3645 નવા દર્દીઓ સામે આવ્યા છે.

Next Story