Connect Gujarat
Featured

કોરોનાની ત્રીજી લહેર નિશ્ચિત છે, જાણો વૈજ્ઞાનિકના આ દાવા વિશે

કોરોનાની ત્રીજી લહેર નિશ્ચિત છે, જાણો વૈજ્ઞાનિકના આ દાવા વિશે
X

દેશ હજી પણ કોરોનાની બીજી લહેર સાથે સંઘર્ષ કરી રહ્યો છે, પરંતુ ત્રીજી લહેરની પણ આગાહી કરવામાં આવી છે. કોરોના ત્રીજી લહેરનું આગમન ચોક્કસ હોવાનું માનવામાં આવે છે. આ દાવો કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવાને કર્યો છે. તેઓ કહે છે કે કોરોનાની ત્રીજી લહેર પણ આવશે અને તેને રોકી શકાશે નહીં. રાઘવને કહ્યું કે, કોરોનાના નવા વેરિયન્ટ સામે આવી રહ્યા છે અને તેણે સંક્રમણની ઝડપ વધારી છે. કોરોનાના નવા સ્ટ્રેનનો સામનો કરવા માટે વેક્સીનને પણ અપડેટ કરવાની જરૂર પડશે. વેક્સીન કોરોનાના હાલના વેરિયન્ટ સામે અસરકારક છે. ભારત સહિત દુનિયાભરમાં કોરોનાના નવા વેરિયન્ટ સામે આવશે. બધા વૈજ્ઞાનિક આ અલગ-અલગ વેરિયન્ટ્સનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે.

વિજય રાઘવાને ચેતવણી આપી છે કે, જે રીતે આ વાયરસ ફેલાઈ રહ્યો છે, તેને જોતા ત્રીજી લહેર નિશ્ચિત છે. પરંતુ, તે ક્યારે આવશે અને કેટલા પ્રમાણમાં આવશે, તેના વિશે કંઈપણ કહેવું મુશ્કેલ છે. જ્યારે રસીકરણ વધે તો વાયરસ લોકોને સંક્રમિત કરવાની નવી રીતો શોધશે, જેના માટે આપણે તૈયાર રહેવું પડશે. વાયરસ તેનું સ્વરૂપ બદલાતું રહે છે. તેથી આપણે રસી અને અન્ય પાસાઓ પર વ્યૂહરચના બદલતા રહેવું પડશે.

કોરોનાની પ્રથમ લહેર બે કારણોને લીધે ઓછી થઈ હતી, જે લોકો સંક્રમિત થયા તેઓમાં ઇમ્યુનિટી આવી હતી અને માસ્ક, સામાજિક અંતર સહિત સંક્રમણ ઘટાડા નિવારક પગલાં લેવાથી સંક્રમણ ફેલાતું ઓછું થયું પરંતુ જ્યારે બચાવનાં પગલાં હળવાં થયાં અને લોકો નિયમોનું પાલન કરવાનું ભૂલ્યા ત્યારબાદ ફરીથી ચેપ ફેલાવાનું શરૂ થયું.

નીતિ આયોગના સભ્ય વી.કે. પોલે કહ્યું, "બદલાતા વાયરસ પ્રત્યેનો પ્રતિભાવ (પ્રતિક્રિયા) એક સરખો છે". આપણે કોવિડના યોગ્ય નિયમો અનુસરવાની જરૂર છે જેમ કે માસ્ક પહેરવા, એકબીજાથી અંતર રાખવું, સ્વચ્છતા જાળવવી, બિનજરૂરી મુલાકાત ટાળવી અને બને એટલું ઘરમાં રહેવું. આ રોગ પ્રાણીઓ દ્વારા ફેલાતો નથી.

Next Story