Connect Gujarat
ગુજરાત

આજે મહાત્મા ગાંધીની 72વી પુણ્યતિથિ, નાથુરામ ગોડસેએ મારી હતી ત્રણ ગોળી

આજે મહાત્મા ગાંધીની 72વી પુણ્યતિથિ, નાથુરામ ગોડસેએ મારી હતી ત્રણ ગોળી
X

રાષ્ટ્રપિતા મહાત્મા

ગાંધીની પુણ્યતિથી નિમિત્તે વડાપ્રધાન મોદીએ રાજઘાટ પર જઇ બાપુને ફૂલ અર્પણ કરી

શ્રદ્ધાંજલી પાઠવી હતી.

રાષ્ટ્રપિતા મહાત્મા

ગાંધીની આજે 72 મી પુણ્યતિથિ છે. આજથી 7૨ વર્ષ પહેલા

નથુરામ ગોડસેએ ત્રણ ગોળી મારી તેમની હત્યા કરી હતી. આજે દેશભરમાં મહાત્મા ગાંધીની

પુણ્યતિથિ પર અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. દેશ અને દુનિયાની સાથે

રાજધાની દિલ્હીમાં બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવી રહ્યા છે. 30 જાન્યુઆરી

1948ના રોજ નાથુરામ ગોડસે દ્વારા બાપુની હત્યા કરવામાં આવી હતી. ભલે નાથુરામ

ગોડસેએ ગાંધીજીની હત્યા કરી હોય, પરંતુ બાપુના વિચારો

આજે પણ દુનિયામાં જીવંત છે. આજે પણ જ્યારે વંચિતો અને શોષિતોને દેશ અને દુનિયામાં

તેમના હક માટે લડવું પડે છે ત્યારે તેઓ ગાંધીજીના આંદોલનના માર્ગ ઉપર ચાલીને

પોતાનો હક મેળવે છે. આ દિવસે, સાદગી, અખંડિતતાના મૂલ્યને વધારવા માટે ઘણાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે

છે.

30 જાન્યુઆરી, 1948 ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીને ગોળી મારીને હત્યા કરી હતી.

ત્યારે મહાત્મા ગાંધીના અંતિમ શબ્દો હતા હે રામ. વિશ્વને સત્ય અને અહિંસાના માર્ગ

ઉપર લઈ જનાર મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમના

પિતાનું નામ કરમચંદ ગાંધી હતું અને માતાનું નામ પુતલીબાઈ હતું. શુક્રવારનો દિવસ

હતો નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીને ઠાર માર્યો હતો. સાંજે 5.17 વાગ્યે જ્યારે

નાથુરામ ગોડસેએ સફેદ ધોતી પહેરેલ ગાંધીજી પર ત્રણ વખત ગોળીબાર કર્યો હતો. ગોડસેએ

બાપુની સાથે ઉભેલી મહિલાને હટાવી અને તેની સેમી-ઓટોમેટિક પિસ્તોલથી એક બાદ એક ત્રણ

ગોળી મારી હત્યા કરી હતી.

Next Story