Connect Gujarat
ટ્રાવેલ 

હોળી તહેવાર પશ્ચિમ રેલવે વિશેષ ટ્રેન દોડાવશે, ફટાફટ જાણી લો શેડ્યુલ...

હોળી તહેવાર પશ્ચિમ રેલવે વિશેષ ટ્રેન દોડાવશે, ફટાફટ જાણી લો શેડ્યુલ...
X

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શાંત પડી રહી છે અને કોરોના કેસ ઘટી જતાં રાજ્ય સરકાર પણ નાગરિકોને છુટછાટ આપી રહી છે. રાજ્યમાં હોળીની ધામધૂમથી ઉજવણી કરવા માટે લોકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ગુજરાત બહારથી આવતા લોકો પણ પોતાના વતનમાં હોળીની ઉજવણી કરવા માટે પ્લાન બનાવી રહ્યા છે. જો કે ટ્રેનોમાં એડવાન્સ બુકીંગ થવાના કારણે છેલ્લી ઘડીએ ટીકીટ બુક થતી નથી. ત્યારે પ્રવાસીઓની સુવિધા વધારવા માટે પશ્ચિમ રેલવે દ્વારા હોળી વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. પ્રવાસન ઘસારાને જોતા 3 વિશેષ ટ્રેન દોડાવાશે.

અમદાવાદ રેલવે ડિવિઝનના પીઆરઓ એ જણાવ્યું છે કે હોળી વિશેષ ટ્રેન માટે આજથી બુકિંગ શરૂ થઈ ગયું છે. પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર શરૂ થયું છે. જો કે ટ્રેનો વિશેષ ભાડા સાથે સંપૂર્ણ આરક્ષિત વિશેષ ટ્રેનો તરીકે દોડશે અને મુસાફરોએ કોરોનાની ગાઈડલાઈન પાલન કરવાનું રહેશે ટ્રેન નંબર 09040 જયપુર - બોરીવલી સુપરફાસ્ટ સ્પેશિયલ ગુરુવાર, 17મી માર્ચ, 2022ના રોજ જયપુરથી 21.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.10 કલાકે બોરીવલી પહોંચશે. આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ અને ફુલેરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2 ટાયર અને એસી 3 ટાયર કોચ હશે.ટ્રેન નંબર 09005 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ સોમવાર, 14મી માર્ચ, 2022ના રોજ 21.45 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 10.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09006 ભાવનગર ટર્મિનસ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ બુધવાર, 16મી માર્ચ, 2022ના રોજ સવારે 10.10 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.25 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે.

Next Story