યાત્રી કૃપયા ધ્યાન દે ! પશ્ચિમ રેલવેએ સ્પેશિયલ 03 ટ્રેનનો સમય લંબાવ્યો, જાણો માહિતી

મુસાફરોની સુવિધા માટે અને તેમની મુસાફરીની માગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ સ્પેશિયલ ટ્રેનોની 03 જોડીના સમયનો વધારવામાં આવ્યો છે.

New Update
યાત્રી કૃપયા ધ્યાન દે ! પશ્ચિમ રેલવેએ સ્પેશિયલ 03 ટ્રેનનો સમય લંબાવ્યો, જાણો માહિતી

મુસાફરોની સુવિધા માટે અને તેમની મુસાફરીની માગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ સ્પેશિયલ ટ્રેનોની 03 જોડીના સમયનો વધારવામાં આવ્યો છે. તે ત્રણેય ટ્રેનો ગુજરાતના સ્ટેશનોને જોડે છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જાહેર કરેલા એક પ્રેસ રિપોર્ટ મુજબ આ ટ્રેનોની વિગતો આ પ્રમાણે છે.

ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ - ભાવનગર વીકલી સ્પેશિયલ જે અગાઉ 01 માર્ચ, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 29 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ જે અગાઉ 29મી ફેબ્રુઆરી, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 28મી માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે.ટ્રેન નંબર 09055 બાંદ્રા ટર્મિનસ - ઉધના સ્પેશિયલ (મંગળવાર અને શુક્રવાર સિવાય) જે અગાઉ 29મી ફેબ્રુઆરી, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી. તેને હવે 01મી એપ્રિલ, 2024 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09056 ઉધના-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ (સોમવાર અને ગુરુવાર સિવાય) જે અગાઉ 28મી ફેબ્રુઆરી, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 31મી માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

Latest Stories