Connect Gujarat
ગુજરાત

મરોલી દાંડી ગ્રાઉન્ડ ખાતે ઉમરગામ તાલુકા ઇન્ટરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

મરોલી દાંડી ગ્રાઉન્ડ ખાતે ઉમરગામ તાલુકા ઇન્ટરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ
X

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મરોલી દાંડી ગ્રાઉન્ડ

ખાતે વિવેકભાઇ વેલફેર ગ્રૂપના સહયોગથી ઇન્ટરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં ૨૪ ટીમોએ ભાગ લીધો હતો. જે પૈકી ઉમરગામની

એમ.કે.મહેતા સ્કૂલ વિજેતા બની હતી, જ્યારે બી.એ.પી.એસ. સ્કૂલ રનર્સ અપ રહી હતી.

આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે

રમતવીરોને ખેલદીલીપૂર્વક રમત રમવા જણાવ્યું હતું. રાજ્ય સરકાર ખેલ મહાકુંભના આયોજન

થકી વિવિધ રમતોમાં પોતાનું કૌશલ્ય બતાવવાની તક પૂરી પાડી છે, ત્યારે શાળાના વિદ્યાર્થીઓ તેમાં ભાગ લઇ રમતગમત ક્ષેત્રે

પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ અવસરે સચિન તેંડુલકરની પ્રતિલિપી એવા બલવીર ચંદે

ક્રિકેટપ્રેમીઓને અનેરો ઉત્સાહ જગાવ્યો હતો. આ અવસરે તાલુકા વિકાસ અધિકારી રમેશભાઇ

પટેલ, સરપંચ સંઘના પ્રમુખ નરોત્તમભાઇ પટેલ, એફ.સી.આઇ.ના સભ્ય હિતેશ સુરત, અગ્રણી ઇશ્વરભાઇ બારી, રાજુભાઇ હાલાણી, મહેશભાઇ ભટ્ટ, મુકેશભાઇ પટેલ, રમતમાં ભાગ લીધેલી શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

Next Story