ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીનું નિધન થયું છે. દિલ્હીની ડિફેન્સ કોલોનીમાં રહેતા રોહિત શેખરને તેની માતા અને પત્ની મેક્સ હોસ્પિટલમાં લઈને પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જો કે મોતનું કારણ અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. પરંતું પ્રાપ્ત જાણકારી પ્રમાણે રોહિત શેખરનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા છે. યૂપીની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રોહિત શેખરના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.

રોહિત શેખરના નિધનની જાણકારી દક્ષિણ દિલ્હીના ડીસીપી વિજય કુમારે આપી છે. ઉલ્લેખનીય છે કે, 18 ઓક્ટોબરે એનડી તિવારીનું લાંબી બિમારી બાદ નિધન થયું હતું.

LEAVE A REPLY