Connect Gujarat
ગુજરાત

ઓલ ઈંડિયામાં UPSCમાં 520મો રેન્ક મેળવનાર 22 વર્ષીય સફિન હસનનું પહેલું પોસ્ટિંગ જામનગરમાં

ઓલ ઈંડિયામાં UPSCમાં 520મો રેન્ક મેળવનાર 22 વર્ષીય સફિન હસનનું પહેલું પોસ્ટિંગ જામનગરમાં
X

IPS ઓફિસર સફિન હસન જામનગરમાં ASP (આસિસ્ટન્ટ સુપ્રિડંટ ઓફ પોલીસ) તરીકે જવાબદારી સંભાળશે.

UPSC ની પરીક્ષામાં ઓલ ઈંડિયામાં 520મો રેન્ક મેળવનાર 22 વર્ષીય સફિન હસનનું પહેલું પોસ્ટિંગ જામનગરમાં થયું છે. દેશના સૌથી યુવાન IPS ઓફિસર સફિન હસન જામનગરમાં ASP (આસિસ્ટન્ટ સુપ્રિડંટ ઓફ પોલીસ) તરીકે જવાબદારી સંભાળશે. આ પહેલા ગુજરાત કેડરના સૌથી યુવાન IPS 21 વર્ષીય પી સી પાન્ડે હતા પરંતુ સફિન હસન ગુજરાતી યુવક ગુજરાત કેડરમાં સૌથી યુવાન IPS છે.

સફિન હસન બનાસકાંઠાના કાણોદર ગામના રહેવાસી છે અને તેઓ એ તેમનું પ્રાથમિક અભ્યાસ પણ પોતાના ગામમાં જ કર્યું છે. તેમણે કોલેજ સુરતમાં કરી છે અને GPSC તેમજ UPSC ની પરીક્ષાઓ આપી હતી. તેઓ પહેલીવારમાં જ પરીક્ષામાં પાસ થઈને દેશમાં 520મો રેન્ક લાવ્યા હતા. તેઓ દેશના નાની વયના IPS બનતા યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા હતા.

હાલમાં જ બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિ થતા ઉમેદવારો ગાંધીનગરમાં પરીક્ષા રદ્દ કરાવવા આંદોલન પર ઉતર્યા હતા. તે સમયે ઉમેદવારો સાથે ચર્ચા કરવા માટે સરકારે સફિન હસન નો સહારો લીધો હતો કારણકે યુવાનો તેમને આદર્શ માને છે માટે તેમના થકી સંવાદ સ્થાપીને સરકાર ઉમેદવારો સાથે ચર્ચા શરૂ કરવા આગળ વધી હતી.

Next Story