Connect Gujarat
સમાચાર

મ્યાનમારમાં સૈન્ય તખ્તાપલટ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને વ્યક્ત કરી ચિંતા, પ્રતિબંધ લગાવવાની આપી ચેતવણી

મ્યાનમારમાં સૈન્ય તખ્તાપલટ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને વ્યક્ત કરી ચિંતા, પ્રતિબંધ લગાવવાની આપી ચેતવણી
X

મ્યાનમારની સેનાએ બળવો કરીને દેશની કમાન પોતાની હાથમાં લઇ લીધી છે. સેનાએ મ્યાનમારના સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ ચી, રાષ્ટ્રપતિ વિન મિંટ સહિત અનેક નેતાઓની અટકાયત કર્યા બાદ એક વર્ષ માટે કટોકટી લાદી દીધી છે. મ્યાનમારમાં સેના અને સરકાર વચ્ચે નવેમ્બરમાં થયેલી ચૂંટણીના પરિણામને લઇને છેલ્લા ઘણા સમયથી તણાવભરી સ્થિતિ હતી.

મ્યાનમારમાં સેના દ્વારા કરાયેલ તખ્તાપલટને લોકતંત્રની તરફ વધતાં પગલાં પર સીધો હુમલો ગણાવતાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને સોમવારે મ્યાનમાર પર નવા પ્રતિબંધ લગાવવાની ચેતાવણી આપી દીધી છે. સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ ચી સહિત દેશના ટોચના નેતાઓને સોમવારે કસ્ટડીમાં લઈ લેવાતાં અમેરિકાએ તેની ટીકા કરી છે. મીડિયાની ખબરો અનુસાર સેનાના સ્વામિત્વવાળા ટેલિવિઝન ચેનલ પર સોમવારની સવારે ઘોષણા કરવામાં આવી હતી કે એક વર્ષ માટે દેશનું નિયંત્રણ સેનાએ પોતાના હાથમાં લઈ લીધું છે.

બાઈડેને એક નિવેદનમાં કહ્યું કે, મ્યાનમારની સેના દ્વારા તખ્તાપલટ, આંગ સાન સૂ ચી તેમજ અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવવી અને રાષ્ટ્રીય ઈમરજન્સીની જાહેરાત દેશમાં સત્તાના લોકતાંત્રિક હસ્તાંતરણ પર સીધો હુમલો છે. બાઈડેને કહ્યું કે, લોકતંત્રમાં સેનાને જનતાની ઈચ્છાને ફગાવી દેવી જોઈએ નહીં. લગભગ એક દશકથી મ્યાનમારના લોકો ચૂંટણી કરાવવા, લોકતાંત્રિક સરકાર સ્થાપિત કરવા અને શાંતિપુર્ણ સત્તા હસ્તાંતરણને લઈને સતત કામ કરી રહ્યા છે. આ પ્રગતિનું સન્માન કરવું જોઈએ. અમેરિકી રાષ્ટ્રપતિએ વૈશ્વિક સમુદાયને પણ આહવાન કર્યું કે તે એક સ્વરમાં મ્યાનમારની સેના પર દબાણ નાખે.

Next Story
Share it