Connect Gujarat
ગુજરાત

વડોદરા : બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડા વેચતા 8 તિબેટીયન ઝડપાયાં, 4.92 લાખ રૂપિયાના કપડા જપ્ત

વડોદરા : બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડા વેચતા 8 તિબેટીયન ઝડપાયાં, 4.92 લાખ રૂપિયાના કપડા જપ્ત
X

શિયાળો

આવતાની સાથે રાજયભરમાં તિબેટીયન માર્કેટ ભરાતાં હોય છે ત્યારે હવે તેમાં બ્રાન્ડેડ

કંપનીના ડુપ્લીકેટ કપડા વેચવામાં આવતાં હોવાનો કિસ્સો વડોદરામાંથી પ્રકાશમાં આવ્યો

છે.

વડોદરા

શહેરના રાજમહેલ રોડ ઉપર વર્ષોથી તિબેટીયન માર્કેટ ભરાય છે અને તેમાંથી લોકો ગરમ

કપડા સહિતની વસ્તુઓની ખરીદી

કરતાં હોય છે. તિબેટીયન માર્કેટમાં કેટલાક વેપારીઓ બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ

કપડાનું વેચાણ કરતાં હોવાની ફરિયાદ વડોદરા પોલીસની પીસીબી શાખાને મળી હતી. જેના

આધારે કંપનીના અધિકારીઓને સાથે રાખી તિબેટીયન માર્કેટમાં રેડ કરવામાં આવી હતી.

જેમાં આઠ જેટલા વેપારીઓ પાસેથી લીવાઇસ સહિતની કંપનીઓના ડુપ્લીકેટ કપડા મળી આવ્યાં

હતાં. જીન્સ, જેકેટ, ટીશર્ટ અને પેન્ટ સહિત કુલ 4.92 લાખ રૂપિયાનો મુદામાલ કબજે કરાયો છે.

રાવપુરા પોલીસ સ્ટેશનમાં આઠેય તિબેટીયન વેપારીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ

ધરવામાં આવી છે.

Next Story