Connect Gujarat
Featured

વડોદરા: કલાકાર કિશન શાહ મહાશિવરાત્રિ પર્વની અનોખી રીતે કરશે ઉજવણી

વડોદરા: કલાકાર કિશન શાહ મહાશિવરાત્રિ પર્વની અનોખી રીતે કરશે ઉજવણી
X

વડોદરાના કલાકાર કિશન શાહ દ્વારા મહાશિવરાત્રિના શુભ દિવસે અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. આ વખતે શિવરાત્રિએ 108 બીલીપત્ર પર ચડાવશે. બીલીપત્ર પર શિવજીને લગતાં ચિત્ર અને બીજમંત્ર દોરેલાં છે.

કલાકાર કહે છે કે, “ચિત્રકળા જાતે શીખ્યો છું અને મને ઈશ્વરમાં ખુબ શ્રદ્ધા છે. એમાં કોઈ ધર્મભેદ કરતો નથી. મેં ઘણા પુરાણોમાં વાંચ્યું છે કે શિવજીને બીલીપત્ર ખુબ પ્રિય છે. ત્રણ, પાંચ,સાત કે બાર પર્ણવાળાં બીલીપત્ર શિવજીને અર્પણ કરનારા ભકત પોતાને ભાગ્યશાળી માને છે. એ સચ્ચાઈ ધ્યાનમાં રાખી આ મહાશિવરાત્રિએ 108 બીલીપત્ર શિવજીને અર્પણ કરવાનો છું. શિવજીને એ બીલીપત્ર અર્પણ કર્યા બાદ એક પ્રદર્શનમાં એ બીલીપત્ર લોકો સમક્ષ રજૂ કરીશ.”

કિશને વધુમાં જણાવ્યુ, “ત્રણ પર્ણના બીલીપત્ર પર બીજમંત્ર અને શિવલિંગ કે બીજી શિવકૃતિ તૈયાર કરવા માટે સરેરાશ 45 મિનિટનો સમય લાગે છે. આ કાર્ય એકાગ્રતા માગી લે છે. બીલીપત્ર પર એક્રેલિક રંગથી ચિત્ર તૈયાર કરૂ છું.”

બીલીપત્ર પર ચિત્ર તૈયાર કરવાનું કાર્ય મુશ્કેલ છે. એક તો ફાટેલાં કે કાણાંવાળાં બીલીપત્ર શિવજીને અર્પણ ન કરાય એટલે તપાસીને બીલીપત્ર તોડવાનાં. બીલીના વૃક્ષને અણીદાર કાંટા હોય છે એટલે પાન તોડતી વખતે ધ્યાન રાખવું પડે. એ ચૂંટેલાં બીલીપત્ર વળી ન જાય એની કાળજી રાખવાની. એ માટે વજનદાર ઓરસિયા નીચે મૂકી રાખવાં પડે. એ પછી બીજા દિવસે બીલીપત્ર પર ચિત્ર દોરી શકાય.‌ પીપળાનાં પાન પર ચિત્રો દોર્યા છે. જો કે બીલીપત્ર પર શિવજીનાં ચિત્રો દોરવાનું કાર્ય ‌ભાગ્યે જ કોઈએ કર્યું હશે.

બિલ્વની ઉત્પત્તિની કથા આ પ્રમાણે છે : એકવાર દેવીગિરિરાજના વિશાળ લલાટ પર પરસેવાનું બિંદુ ઉપસ્યું દેવીએ તેને લૂછીને જમીન પર ફેંક્યુ. તે પરસેવાના બુંદ વડે વિશાળ વૃક્ષ થયું એક દિવસ ફરતાં ફરતાં દેવીએ તે ઘટાદાર વૃક્ષ ને જોયું દેવીએ તે વૃક્ષનું નામ બિલ્વ રાખ્યું. બિલ્વ ના પાંદડાં વડે ભગવાન શિવજી નો ભાવ પૂર્ણ રીતે પૂજન કરાય છે.

શિવપુરાણમાં બિલ્વપત્ર ની વાર્તા : શિવરાત્રી એ શિકારની શોધમાં બિલ્વવૃક્ષ પર બેઠેલ શિકારી લુબ્ધકની કથા જેમણે બિલ્વવૃક્ષ નીચે રહેલા શિવલીંગ પર બિલ્વના પાન તોડી-તોડી અજાણે ફેંકયા અને તેમનાં પાપનો નાશ થયો, શિવજી પ્રસન્ન થઇ વરદાન આપ્યું અને શિવલોકમાં ગયો એ કથા પ્રચલિત છે. જ્યારે શિવલિંગ ઉપર બિલ્વપત્ર ઉંધુ ચડે છે.

બિલ્વ વૃક્ષના મૂળમાં શિવપાર્વતી તેના થડમાં દેવિ દાક્ષાયણી શાખાઓમાં મહેશ્વરી પત્રોમાં પાર્વતી ફળમાં કાત્યાયની છાલમાં ગૌરી અને પુષ્પોમાં ઉમાદેવી નો વાસ રહેલો છે તેના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો ભંડાર છે.

શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાનું મહાત્મ્ય અને તેનું ફળ જેને ૩ પાન હોય છે, ત્રણ ગુણોવાળું છે, જેને ત્રણ નેત્ર છે, ત્રણ આયુધો જેવું છે, જે ત્રણ જન્મોનાં પાપોનો નાશ કરનારું છે.

બિલ્વપત્રનાં ત્રણ દલ એટલે પાન સંસારના ત્રણે ગુણ (સત્વ, રજસ અને તમસ) તેમજ શિવજીનાં ત્રિનેત્ર તથા ત્રશિુલનાં ત્રણ પાંખીયા ત્રિકઆયુધ સાથે સરખાવી ત્રણ જન્મોનાં પાપનો સંહાર કરનારું બિલ્વપત્ર શિવજીને અપર્ણ કરવાનું મહત્વ ઉપરોકત મંત્રમાં સમજાવ્યુ છે. બિલ્વપત્ર એ સંસારની ઉત્પતિ, સ્થિતિ અને લય એ ત્રણ ક્રિયાની લીલા કરવા માટે શિવજીએ સત્વ, રજસ અને તમસ એ ત્રણે ગુણોનાં માધ્યમથી બ્રહ્ના, વિષ્ણુ અને રુદ્રનું રૂપ ધારણ કરી સૃષ્ટિનું તેમજ પ્રકૃતિનું સંચાલન કરે છે. અને શિવજી પ્રાણીમાત્રના હૃદયમાં અંતયાર્મી સ્વરૂપે વિધમાન છે. તે મન અને બુિધ્ધથી પર બ્રહ્ન સ્વરૂપ છે. તેવું વેદો પણ કહે છે. તેમજ પાંચ પ્રકારની પ્રકૃતિને પણ કાબુમાં રાખવાનો આયુર્વેદીક ગુણધર્મ પણ ધરાવતું હોવાનું મનાય છે. દરેક વનસ્પતિનો સંબંધ નક્ષત્રો વગેરેથી છે.

જ્યારે બિલ્વનો સંબંધ સીધો સુર્ય સાથે છે. સુર્ય ગ્રહમંડળનો રાજા છે. સૌર મંડળમાં ચુંબકીય ગુરૂત્વાકર્ષણ શકિત સુર્યમાં બધાં જ ગ્રહો કરતા તેમજ નક્ષત્રો કરતાં વધારે છે. આ બિલ્વ વૃક્ષમાં ઓજ શકિત બધા વૃક્ષોની તુલનામાં વધારો છે. ઋષિમુનિઓ દ્વારા બિલ્વનો રસાયણ ક્રિયામાં પણ ઉપયોગ થતો હોય તેવો ઉલ્લેખ છે. તેમજ વિષનાશન કરવાનો બિલ્વનો મુખ્ય ગુણધર્મ ધરાવતું હોવાથી તેમજ ડાયાબીટીસ, બ્લડપ્રેશર, પાગલપન વગેરે રોગોમાં પણ આયુર્વેદીક દ્રિષ્ટએ ખુબ જ મહત્વ ધરાવે છે. તેમજ બિલ્વવૃક્ષ રેડીયોધર્મી ન હોવાથી અજ્ઞાત રાસાયણીક તેમજ પરરાસાયણીક ક્રિયાનું પણ સંચાલન કરે છે.

બિલ્વપત્રના મૂળ માં બ્રહ્મરૂપ, મધ્યમાં વિષ્ણુ અને તેનો ઉપરનો ભાગ શિવ સ્વરૂપ હોય છે બિલ્વપત્ર ના વૃક્ષ ના મૂળ માં જળ ચઢાવવાથી શિવલિંગ પર જળ ચઢાવવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે.

Next Story