Connect Gujarat
Featured

વડોદરા : બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા મળી, ડેરીમાં વધુ દુધ આપનારા સભાસદોનું સન્માન

વડોદરા : બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા મળી, ડેરીમાં વધુ દુધ આપનારા સભાસદોનું સન્માન
X

વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે બરોડા ડેરીની 63મી વાર્ષિક સાધારણ સભા મળી હતી.

કોરોના મહામારીને કારણે મુલતવી રાખવામાં આવેલી વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની 63મી વાર્ષિક સાધારણ સભા ગુરૂવારના રોજ મળી હતી. બરોડા ડેરી ખાતે મળેલી સભામાં પ્રમુખ દિનુ મામા, ઉપ પ્રમુખ બી.જી.સોલંકી સહિત મંડળીના સભ્યો તથા દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતાં. અન્ય સ્થળોએથી પણ મંડળીના સભ્યો તથા દૂધ ઉત્પાદકો લાઈવ પ્રસારણના માધ્યમથી આ વાર્ષિક સાધારણ સભામાં જોડાયા હતાં. ગત વર્ષમાં ડેરીમાં સૌથી વધારે દુધ જમા કરનારા દુધ ઉત્પાદકોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. વાર્ષિક સાધારણ સભામાં ડેરીમાં થયેલી કામગીરી અને આગામી આયોજનો વિશે સભાસદોને માહિતી આપવામાં આવી હતી.

Next Story