વડોદરાઃ દારૂના કેસમાં ફરાર માથાભારે બુટલેગર પોલીસના હાથે ઝડપાયો

New Update
વડોદરાઃ દારૂના કેસમાં ફરાર માથાભારે બુટલેગર પોલીસના હાથે ઝડપાયો

અગાઉ આ બુટલેગર અને તેનો ભાઈ પાસા હેઠળ સજા ભોગવી ચૂક્યા છે.

રતનપુર ગામનો કુખ્યાત બુટલેગર દારૂનો વેપલો કરતો હોય પોલીસે દરોડો પાડી હજારોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પરંતુ એક આરોપી ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ક્વાયત હાથ ધરી હતી. દરમિયાન વરણામા પોલીસ સ્ટેશને રતનપુર ગામના રહેવાસી રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ અને હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલ વિશે પોલીસને બાતમી મળી હતી.

કુખ્યાત રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ નામના બુટલેગરને આજે વહેલી સવારે પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ઉલ્લેખનીય છે કે બે સગા ભાઈ ભૂતપૂર્વ બુટલેગર છે. પાસા હેઠળ સજા પણ ભોગવી ચુક્યા છે. બંને ભાઈઓ માથા ભારે બુટલેગરો ભૂતકાળમાં વરણામા પોલીસ અને અન્ય એજન્સીનાં અધિકારીઓ ઉપર ઘાતક હથિયારોથી હુમલો પણ કરી ચુક્યા છે.