Connect Gujarat
ગુજરાત

વડોદરા : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે બીઇંગ વુમન એવોર્ડથી દેશની 8 મહિલાઓને નવાજવામાં આવી

વડોદરા : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે બીઇંગ વુમન એવોર્ડથી દેશની 8 મહિલાઓને નવાજવામાં આવી
X

સત્પ્રેરણા ફેસ્ટિવલ બિયોન્ડ ઈમેજીનેશન દ્વારા 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજીના હસ્થે સ્વયં એક પહેચાન, બીઇંગ વુમન એવોર્ડ દ્વારા દેશભરની 8 મહિલાઓને નવાજવામાં આવ્યા હતા.

મહિલાઓએ ક્યારેય પોતાને અબળા ના સમજવું જોઈએ : ભારતી શ્રીજી

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના ચંદ્રવદન ચીમનલાલ મહેતા ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજીએ જણાવ્યું હતું કે મહિલાઓએ ક્યારેય પોતાને અબળા ના સમજવું જોઈએ. નારી જ માં દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીનું સ્વરૂપ છે. જે ઘરમાં નારીનું સન્માન નથી થતું ત્યાં દરિદ્રતા નિવાસ કરે છે. બાળકોએ રોજે સવારે માતા-પિતાના ચરણ સ્પર્શ જરૂર કરવા જોઈએ. આધુનિક સમયમાં મહિલાઓ અવકાશની યાત્રા કરીને આવી છે, ત્યારે મહિલાઓએ સતત કાર્યશીલ રહેવું જોઈએ.

શહેરમાં પહેલીવાર સત્પ્રેરણા દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાની ફોર્મ્યુલા 4 રેસિંગ જીતનારી પહેલી મહિલા રેસર મીરા એરડા, 27 વર્ષમાં પહેલીવાર એક એશિયન તરીકે મિસ ટીન ઇન્ટરનેશનલ 2019નો ખિતાબ જીતનારી આયુષી ધોળકિયા, સ્ટીલફર સીસ્ટમ પ્રા. લિ.ના સી.ઈ.ઓ. વૈશાલી પાટીલ, વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશનના ફાઉન્ડર ડો.અર્પિતા ચેટર્જી, રોડીઝ સુપર હીરો અને પ્રાણી પ્રેમી ભર્ગસેતુ શર્મા, નક્ષત્ર આયુવેદમ્ ના કો-ફાઉન્ડર ડો.શેફાલી પંડ્યા, સરદાર પટેલ યુનિવર્સિટીના સોશિયલ વર્ક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર શર્મિષ્ઠા સોલંકી અને ન્યુરોગાઈડના ફાઉન્ડર પૂજા સરણને સ્વયં એક પહેચાન, બીઇંગ વુમન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Next Story