Connect Gujarat
ગુજરાત

વડોદરા : સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ગયેલ પરિવારના સભ્યોના મૃતદેહ મળ્યા, ડભોઇ નજીક કેનાલમાંથી કાર મળી આવી

વડોદરા : સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ગયેલ પરિવારના સભ્યોના મૃતદેહ મળ્યા, ડભોઇ નજીક કેનાલમાંથી કાર મળી આવી
X

થોડા દિવસ પહેલા વડોદરાનું પરિવાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ગયું હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોયા પછી પરિવારના સભ્યોએ પોતાના ફેમિલી ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા હતા. પણ તેમના પરત આવવાના કોઈ સમાચાર ન મળતા ઘરના સગા સબંધીઓ તેઓને શોધવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, આખરે ડભોઇ તાલુકાના તેન તળાવ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબેલી હાલતમાં કાર જોવા મળી હતી. જેને પગલે પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી.

પૂછપરછ કરતાં માલુમ પડ્યું હતું કે, આ એજ પરિવારના સભ્યો હતા જે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોયા પછી ગુમ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડે કારને બહાર કાઢતા ગુમ થયેલા પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળી આવ્યા. જોકે પરિવારનું એક સભ્ય હજુ પણ લાપતા છે. જેથી ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.

Next Story