Connect Gujarat
ગુજરાત

વડોદરા : પરપ્રાંતિયોને સ્ક્રિનીંગ માટે લઇ જતી બસમાં આગ, 40 લોકોનો બચાવ

વડોદરા : પરપ્રાંતિયોને સ્ક્રિનીંગ માટે લઇ જતી બસમાં આગ, 40 લોકોનો બચાવ
X

વડોદરાથી વતનમાં જવા માંગતા પરપ્રાંતિય શ્રમિકોને સ્ક્રિનીંગ માટે લઇ જતી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. સદનસીબે બસમાં સવાર તમામ લોકો બારીમાંથી બહાર કુદી જતાં મોટી હોનારત થતાં સહેજમાં રહી ગઇ હતી.

વડોદરાથી વતનમાં જવા માંગતા શ્રમજીવીઓને વિશેષ ટ્રેનો મારફતે રવાના કરાઇ રહયાં છે. વતનમાં મોકલતા પહેલાં તેમનું મેડીકલ સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. બસમાં ડ્રાયવર સહિત 40 જેટલા પરપ્રાંતિય શ્રમિકો સવાર હતાં. બસ તેના નિર્ધારીત સ્થાન તરફ આગળ વધી રહી હતી તે સમયે અચાનક કેબીનમાં આગની જવાળઓએ દેખા દીધી હતી. આગને જોઇને બસનો ડ્રાયવર અને 40 જેટલા શ્રમિકો બસમાંથી બહાર કુદી ગયાં હતાં. બસની કેબીનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આખી બસ અગનજવાળાઓમાં ફેરવાય ગઇ હતી. આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી પણ ગરીબ શ્રમજીવીઓનો સામાન બળીને રાખ થઇ ગયો હતો. ફાયર બ્રિગેડના લાશ્કરોએ પાણી મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આગમાં બસની સીએનજી ટેન્ક સલામત રહેતાં મોટી હોનારત થતાં અટકી હતી. ફાયર બ્રિગેડના લાશ્કરોએ યોજનાબદ્ધ રીતે આગને કાબૂમાં લેતા લોકોને તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધાં હતાં.

Next Story