Connect Gujarat
Featured

વડોદરા : પાઇપલાઇન બિછાવવામાં વિધ્ન, વાંચો IOCLના અધિકારીઓએ કેમ લખ્યો DIGને પત્ર

વડોદરા : પાઇપલાઇન બિછાવવામાં વિધ્ન, વાંચો IOCLના અધિકારીઓએ કેમ લખ્યો DIGને પત્ર
X

હાલમાં આઈઓસીએલ, ગેઇલ ઇન્ડિયા, એચપીસીએલ, રિલાયન્સ, બીપીસીએલ જેવી તમામ કંપનીઓ મારફતે રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં પાઇપલાઇન ગોઠવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન કેટલાક અસામાજીક તત્વોની ટોળકી દ્વારા ઓઇલ કંપનીના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને કંપનીના ઉચ્ચ અધિકારીઓને ધમકી આપી ખોટા કેસ કરવા સહિતની ધમકીઓ આપવામાં આવે છે. આ બાબતે આઇઓસીએલના અધિકારીઓએ ડીજીપીને મળી આવાં અસામાજીક તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

તાજેતરમાં આઈઓસીએલ કંપની દ્વારા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કેટલાક ગામોમાં તેમજ ભરૂચ જિલ્લાના આમોદ અને વાગરા તાલુકાના ગામોમાં પાઈપલાઈન બચાવવાની કામગીરી ચાલી રહી છે. પણ અસામાજીત તત્વોની હેરાનગતિ વધી હતી. ત્યારે આવા અસામાજીક તત્વો સક્રિય થતા પોલીસ બંદોબસ્ત સાથે આ ગામોમાં પાઇપલાઇન બિછાવવાની કામગીરી કરવામાં આવી હતી.

આ બાબતે પાદરા તાલુકા તેમજ ભરૂચના આમોદ અને વાગરા તાલુકાના અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ગુજસીટોક અને પાસા જેવા કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવા ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ગુજરાત સરકારના ગૃહ વિભાગની તેમજ રાજ્ય પોલીસ વડાને પત્ર લખવામાં આવ્યો છે. આગામી ટુંક સમયમાં પોલીસ આવા અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરશે તેમ આધારભુત સુત્રોમાંથી જાણવા મળી રહયું છે.

Next Story