Connect Gujarat
Featured

વડોદરા : મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોસ્ટલ બેલેટથી મતદાનની શરૂઆત

વડોદરા : મહાનગરપાલિકાની ચૂંટણી માટે પોસ્ટલ બેલેટથી મતદાનની શરૂઆત
X

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની તારીખ 21મીએ યોજાનારી ચૂંટણી પૂર્વે આજે પોલીસ હોમગાર્ડ, રેલવે પોલીસ સહિતના વિભાગના મતદારો માટે બરોડા હાઇસ્કુલ ખાતે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન શરૂ થયું છે. જેમાં ત્રણ હજારથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન કરશે.

રાજયમાં વડોદરા સહિત છ મહાનગરપાલિકાઓમાં 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે. મતદારો મતદાન કરે તે પહેલાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પોસ્ટલ બેલેટના માધ્યમથી તેમના મતાધિકારનો ઉપયોગ કરતાં હોય છે. વડોદરા શહેર તેમજ જિલ્લા અને રેલવે પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓનું મતદાન એક જ સ્થળે રાખવામાં આવ્યું હતું. વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીને હજુ ત્રણ દિવસનો સમય બાકી છે ત્યારે આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. વડોદરા મહાનગર પાલિકાના ૧૯ વોર્ડ માટે બગીખાના વિસ્તારમાં આવેલી બરોડા હાઇસ્કુલમાં મતદાન યોજાયું હતું આ મતદાન પૂર્વે 3000 થી વધુ સરકારી કર્મચારીઓને પોસ્ટલ બેલેટ ઈશ્યુ કરાયા હતા.તારીખ 21 મીના રોજ જેઓ ફરજ પર છે તેવા અધિકારીઓ અને કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી થઇ રહેલાં મતદાનમાં ભાગ લઈ રહ્યા છે પોલીસ હોમગાર્ડસ રેલવે પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ આજે મતદાન કર્યું હતું. હવે સરકારી વિભાગના અને મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ચૂંટણી ની કામગીરીમાં સામેલ હોય તેવા કર્મચારીઓનું આવતીકાલે મતદાન થશે તેમ જાણવા મળે છે.

Next Story