Connect Gujarat
ગુજરાત

વડોદરા : બાઇક સવાર ક્રોસ કરતો હતો પાટા અને આવી ચઢી ટ્રેન, જુઓ LIVE દ્રશ્યો

વડોદરા : બાઇક સવાર ક્રોસ કરતો હતો પાટા અને આવી ચઢી ટ્રેન, જુઓ LIVE દ્રશ્યો
X

વડોદરાના બાજવા અને રણોલી વચ્ચે ફાટક બંધ હોવા છતાં પાટા ઓળંગવાની ઉતાવળમાં એક બાઇકસવારે જીવ ગુમાવી દીધો છે. પુરઝડપે આવતી ટ્રેનની ટકકરે બાઇક સવાર દુર સુધી ફંગોળાય ગયો હતો. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.

થોડા સમય પહેલાં ઉદવાડા ગામ પાસે આવેલી ફાટક બંધ થતી વેળા એક બાઇક સવાર લોખંડના એંગલ સાથે ટકરાયો હતો પરંતુ હેલમેટના કારણે તેનો બચાવ થયો હતો. ફાટક બંધ હોવા છતાં પાટા ઓળંગવાની ઉતાવળ તમને મોંઘી પડી શકે છે. વડોદરામાં ફાટક બંધ હોવા છતાં પાટા ઓળંગવાની લ્હાયમાં એક બાઇક સવારે જીવ ગુમાવી દીધો છે. બાજવા અને રણોલી પાસે રેલવેનું ફાટક આવેલું છે. ગઇકાલે સાંજે સાત વાગ્યાના અરસામાં ટ્રેન પસાર થવાની હોવાથી ફાટકને બંધ કરાયું હતું પણ એક બાઇક સવાર ફાટક બંધ હોવા છતાં સાઇડ પરથી નીકળી પાટા ઓળંગી રહયો હતો તે સમયે પુરઝડપે આવતી ટ્રેનની ટકકર વાગતાં તે બાઇક સાથે ફંગોળાય ગયો હતો. બાઇક સવારના મોતની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. ઘટના અંગે રેલવે વિભાગે તપાસના આદેશ આપી દીધાં છે. અમે પણ તમને અપીલ કરીએ છીએ કે ફાટક બંધ હોય ત્યારે સાઇડ પરથી નીકળી પાટા ઓળંગવાના બદલે ફાટક ખુલે ત્યાં સુધી રાહ જોવી હિતાવત છે નહિતર તમારી સાથે પણ આવી ઘટના બની શકે છે.

Next Story
Share it