Connect Gujarat
ગુજરાત

વડોદરા : ત્રણ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ યુવાનોએ સ્વચાલિત મીઠાઇ મશીન બનાવ્યું

વડોદરા : ત્રણ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ યુવાનોએ સ્વચાલિત મીઠાઇ  મશીન બનાવ્યું
X

ગુજરાત ખાણી પીણીના મામલામાં સૌથી આગળ પડ્તુ રાજ્ય

છે તેમાં તહેવારોમાં, લગ્ન પ્રસંગે મીઠાઈ ખાવામાં ગુજરાતી

સૌથી આગળ તરી આવે છે. આ મીઠાઇને બનાવવાનું થોડી મુશ્કેલ ભર્યું હોય છે, પણ જો આવીજ મીઠાઇ એક મશીન બનાવે તો !

હાલમાં એન્જિનિયરિંગ ક્ષેત્રમાં

ગ્રેજ્યુએટ થયેલા

વડોદરાના ત્રણ

એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ યુવાનો કિશન વઘાસિયા, જગદીશ ગોંડલીયા અને

હિરેન ત્રાપસિયા દ્વારા તેમના સ્ટાર્ટઅપ વેન્ચર 'મિલેનિયમ ટેકનો

સોલ્યુશન' ના માધ્યમથી ઓટોમેટીક મીઠાઈ મેકિંગ મશીન બનાવ્યું

છે આ મશીનના

માધ્યમથી કલાકો સુધી ચાલતી લાંબી મીઠાઈ મેકિંગ પ્રોસેસને ઓટોમેશન રૂપ

આપવામાં આવ્યું છે, જેથી તમામ મીઠાઈનો સ્વાદ અને ગુણવત્તા સમાન રહે. આ મશીનથી મીઠાઈ

બનાવતી વખતે ઓટોમેટીક રીતે તેનું કટીંગ, રાઉંડિંગ તથા શેપિંગ થઈ શકશે. માત્ર એક કલાકના સમયગાળામાં 2800 થી 3000 જેટલા મીઠાઈના નંગ

(પિસિઝ) આ મશીનના માધ્યમથી તૈયાર થઈ શકે છે.

ખૂબ જ નજીવા પાવર સપ્લાયથી ચાલતા મશીનની ખાસિયત એ છે કે બધા જ મીઠાઈના નંગ / પીસિઝ એક સમાન વજનના મળે છે અને તેની ગણતરી પણ ઓટોમેટીક થઈ જાય છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સપોર્ટેડ આ સ્ટાર્ટઅપને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અંતર્ગત રૂપિયા ૧.૫૦ લાખની સહાય પણ મળેલ છે. અત્યારે વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ આ સ્ટાર્ટઅપ વેન્ચર એ ગોંડલ બીએપીએસ મંદિર ખાતેના ભોજન વિભાગમાં આ મશીન મૂકી તેનું પ્રાથમિક અમલીકરણ કરી રહ્યા છે.

કોલેજ સમય દરમ્યાન તેઓને ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં ચાલતા ભોજનાલય / કિચનમાં બનતી મીઠાઈઓના અલગ-અલગ સાઈઝ તથા વજનના તફાવતોના કારણે થતા પ્રોબ્લેમને જોઈને તેમણે આ મશીન બનાવવાનો વિચાર આવ્યો અને ત્યારબાદ તેઓએ રિસર્ચ કરીને આ મશીન ઉપર કામ કરવાનું શરૂ કર્યું હતું.

ઇનોવેટિવ મશીનની ખાસિયતો:

  • ઓછા ઇલેક્ટ્રિક પાવર નો વપરાશ
  • કાર્યશ્રમ તથા ઝડપી
  • સમાન વજન, સ્વાદ, આકાર અને ગુણવત્તા
  • સરળ તથા એડજસ્ટેબલ રચના
  • ઇઝી કલીનીંગ પ્રોસેસ

Next Story