Connect Gujarat
ગુજરાત

વડોદરા : લોકડાઉન વચ્ચે પરપ્રાંતિયોને વતન જવા માટે મુશ્કેલી, તો યુ.પી. સરકારે શ્રમીકોનું ભાડું આપવાની તૈયારી બતાવી

વડોદરા : લોકડાઉન વચ્ચે પરપ્રાંતિયોને વતન જવા માટે મુશ્કેલી, તો યુ.પી. સરકારે શ્રમીકોનું ભાડું આપવાની તૈયારી બતાવી
X

કોરોના વાયરસની મહામારીના પગલે કરવામાં આવેલા લોકડાઉનમાં ફસાયેલા અનેક પરપ્રાંતિયો વતન જવા માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. યુ.પી. સરકાર દ્વારા શ્રમીકોનું ભાડુ આપવાની તૈયારી બતાવી છે. આમ છતાં, ભાયલી ગ્રામ પંચાયત દ્વારા પરપ્રાંતિયો પાસેથી ટિકીટના રૂપિયા 700 ઉઘરાવતા પરપ્રાંતિયોએ હોબાળો મચાવી મુક્યો હતો. શ્રમીકોએ જણાવ્યું હતું કે, અમે ઘડીયાળ, મોબાઇલ, મોટર સાઇકલો વેચીને દિવસો પસાર કરી રહ્યા છે.

મજુરી કામ માટે ગુજરાતમાં આવેલા લાખ્ખો પરપ્રાંતિયો લોકડાઉનમાં મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. પ્રશાસનના અંધેર વહિવટના કારણે હજુ પણ હજારો પરપ્રાંતિયો વતન જવા માટે ટટળી રહ્યા છે. પ્રશાસન દ્વારા યુ.પી., બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોના શ્રમીકોને તેઓના વતન મોકલવા માટે ટ્રેન, બસ જેવી સુવિધા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પરપ્રાંતિયો પાસેથી ટિકીટ ભાડુ લેવામાં ન આવે તેવી જાહેરાત કરવા છતાં, પરપ્રાંતિયોને આશરો આપનાર એજન્સીઓ દ્વારા ભાડુ વસુલ કરવામાં આવી રહ્યું છે.

સલમાને જણાવ્યું કે, યુ.પી સરકાર દ્વારા બેરોજગાર શ્રમિકોને તેમના વતન મફતમાં મોકલાવવાની વ્યવસ્થા ઉભી કરી છે., આમ છતાં, શહેર નજીક આવેલા ભાયલી ગ્રામ પંચાયત દ્વારા ગરીબ શ્રમિકો પાસેથી પૈસાની ઉઘરાણી કરાતા શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો. ભાયલી પંચાયત દ્વારા 60 જેટલા શ્રમિકો પાસે થી 700 લેખે અંદાજે 42 હજારથી પણ વધુ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી.

પરંતુ શ્રમિકો ના હોબાળા બાદ તમામ શ્રમિકોને પંચાયત દ્વારા ઉઘરાવેલા પૈસા પરત આપી દેવાની ફરજ પડી હતી. અમે મકાન પણ ખાલી કરી દીધા છે. અમે હવે કેવી રીતે પરત ઘરે જઇએ. અમે હાલમાં ઘડીયાળ, મોબાઇલ ફોન, મોટર સાઇકલ વેચીને દિવસો પસાર કરી રહ્યા છે. અમોને અમારા વતન મોકલવામાં આવે તેવીજ અમારી ઇચ્છા છે. અમે થાકી ગયા છે.

સમગ્ર મામલે ભાયલી ગામના સરપંચે પોતાનો લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે, ભાયલી પંચાયતમાં સરકારના પરિપત્ર પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે. અને પરપ્રાંતિઓને બે દિવસ બાદ તેમના વતન યુપી મોકલાવવામાં આવશે.

Next Story