Connect Gujarat
વડોદરા 

ભ્રમણાને જીવંતતા માં રજૂ કરવામાં માહિર વડોદરા ના ચિત્રકાર અભિષેક સાલ્વી

ભ્રમણાને જીવંતતા માં રજૂ કરવામાં માહિર વડોદરા ના ચિત્રકાર અભિષેક સાલ્વી
X

"મારો સંઘર્ષ મારી કમજોરી નહીં બનશે" એવા દ્રઢ મનોબળે અભિષેક સાલ્વી ને પોતાની ચિત્રકલા પરત્વે વધુ સતર્ક અને સજાગ બનાવી દીધા.

કલા એ વ્યક્તિ ને સંપૂર્ણ રીતે ઉજાગર કરે છે. વર્તમાન ડિજિટલ યુગમાં ચિત્રકારે પોતીકી હસ્ત કલા ને જીવંત અને પ્રભાવી દર્શાવવા અથાગ મહારત કેળવવી પડે છે. કલા નગરી વડોદરા ના અભિષેક સાલ્વી ના પોટ્રેટ ચિત્રોમાં આ સમન્વય ઉભરીને બહાર આવે છે.

કલાનગરી વડોદરામાં મધ્યમવર્ગીય પરિવાર માંથી આવતા અભિષેક સાલ્વી એ કૌટુંબિક જવાબદારી સાથે પોતાની ચિત્ર કલા ને જીવંત રાખવા ભારે સંઘર્ષ કર્યો છે. સામાજિક જવાબદારી સાથે આર્થિક સંકડામણના ભારણ વચ્ચે અભિષેક સાલ્વી લગીરેય ડગ્યા વિના પોતાની ચિત્રકલા ને આજે વિશ્વ વ્યાપી બનાવી છે.

અભિષેક સાલ્વી એ જણાવ્યુ હતુ કે વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી માં પ્રવેશ મેળવીને પોતાની નૈસર્ગિક ચિત્રકલા ને વધુ કંડારવા ના પ્રયત્નો કર્યા છે, પરંતુ કૌટુંબિક આર્થિક કારણોસર ત્રીજા વર્ષ બાદ અભ્યાસ છોડવાની ફરજ પડી હતી. જોકે "મારો સંઘર્ષ મારી કમજોરી નહીં બનશે" એવા દ્રઢ મનોબળ એ અભિષેક સાલ્વી ને પોતાની ચિત્રકલા પરત્વે વધુ સતર્ક અને સજાગ બનાવી દીધા.

ડિજિટલ મીડિયા સાથે પોતાની ચિત્રકલા નો સુભગ સમન્વય સાધીને અત્યાર સુધી કંઈ કેટલાય નામી સેલિબ્રિટીઓમાં બોલીવુડ, હોલીવુડ સુપર સ્ટાર, દેવીદેવતા, રાજા મહારાજા સહિતના જાણીતા ચહેરાઓ ના પોટ્રેટ બનાવી ખુબ પ્રશંસા મેળવી છે. સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર પણ અભિષેક સાલ્વી ફ્રેન્ડ ફોલોઅર્સ નો ખુબજ મોટો વર્ગ ધરાવે છે, અને તેમના પ્રસંશકો તેમને માં સરસ્વતીના આશીર્વાદ અભિષેક ને મળ્યા હોવાની વાત કહીને તેમની કલાને બિરદાવી રહ્યા છે.

અભિષેક સાલ્વીના પોટ્રેર્ટમાં બારીકાઇની સાથે સાથે એક ગજબનું "ઇલ્યુઝન " જોવા મળે છે. જે અત્યંત પ્રભાવશાળી હોય છે.

Next Story